________________
હિંદુઓને સમય
[૧૬૫ કજિયાથી કંટાળી હિ. સ. ૫૩૫ (ઈ. સ. ૧૧૪૦)માં ખંભાતમાં આવ્યો. આ ધર્મને તે પહેલે શખ હતો. તેના વડા મુલા (સૈયદના) ઝહરી (ઝુબેદ) બિન મુસા યમનમાં હતા, મિસરમાં મુસ્તક્સિર બિલ્લાહ ખલીફા (ફાતમી) હતો અને ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહની હકૂમત હતી. [ઇતિહાસ ઉપરથી સાબિત થાય છે કે મજકૂર ખલીફા હિ. સ. ૪૮૭ (ઈ. સ. ૧૦૯૪)માં મરી ગયો હતો. અને તેનો પૌત્ર હાફિઝલેદીનિલ્લાહ અગિયારમે ખલીફા હિ. સ. પર૪ (ઈ. સ. ૧૧૨૯) થી હિ. સ. ૫૪૪ (ઈ. સ. ૧૧૪૯) પર્યત હયાત હતો.] યાકુબ ખંભાત આવી એક માળીને ત્યાં રહ્યો, પ્રથમ તેને અને ત્યાર પછી એક બ્રાહ્મણના પુત્રને તેણે મુસલમાન બનાવ્યા. રાજાના બે વજીર ભારમલ અને તારમલ બે ભાઈ હતા. તેઓ ખંભાતના મંદિરમાં જતા આવતા હતા, જ્યાં એક લેઢાને હાથી લોહચુંબકના જોરથી અદ્ધર લટકતો હતો. યાકૂબે બ્રાહ્મણ સાથે વાર્તાલાપ કર્યો અને તેમાં તે છતી ગયો, અને લોહચુંબક કાઢી લઈ હાથીને પણ પાડી નાખ્યો. રાજા અને તેના દરબારીઓ આ જાતની કરામત જોઈ મુસલમાન થઈ ગયા, અને બીજાઓએ પણ તેનું અનુકરણ કર્યું. ત્યાર પછી આ નવમુસલમાન સાથે તેમણે વહેવાર શરૂ કર્યો. આ વેહવાર’ (વહેવાર)માંથી એવહરિ અને તેમાંથી વહોરા” નામે ઓળખાયા.”
રાજાનું નામ તો બરાબર છે. અને એ પણ સત્ય છે કે તે હિ. સ. ૪૮૭ (ઈ. સ. ૧૦૯૪)માં મોજુદ હતાપરંતુ આ વર્ષે તે તે ફક્ત ત્રણ વરસને દૂધ પીતો તેની મા મીનળદેવીની ગોદમાં રમતા જમતે હતો. વળી તેના બે વજીર “ભારમલ” અને “તારમલ” નામના હતા જ નહિ. ખરેખર વીરધવળ વાઘેલાના બે વછર તેજપાળ અને વસ્તુપાળ હતા પરંતુ તેમને એક પણ મુસલમાન ન હતું. રાજાઓમાં કુમારપાળે પરધર્મને સ્વીકાર કર્યો હતો, પરંતુ તે જૈન હતું, મુસલમાન ન હતું. અને સિદ્ધરાજ વિશે