________________
હિંદુઓનો સમય
'[ ૧૬૩ તમારી સાથે જ છું.” ત્યારે પંડિતે પોતાની તેમજ અબ્દુલ્લાહ વિશેની સર્વ હકીકત કહી સંભળાવી. ભારમલ મુસલમાન થઈ ગયો અને સંતાઈને નમાઝ પઢતો, અને પાટણ (અણહીલવાડ)થી ખંભાત આવત જતો રહેતો. રફતે રફતે તેને નકર જાણી ગયો અને રાજા સિદ્ધરાજ જયસિંહને આ વાત કહી દીધી. તેણે કહ્યું કે જે હું પિતે મારી આંખે તેને નમાઝ પઢતો જોઉં તો જરૂર એને સજા કરું. પછી નકર આ તકમાં રહ્યો. એક દિવસ તે નમાઝ પઢતો હતો ત્યારે રાજાને બેલાવી લાવ્યો. ભારમલને નમાઝથી ફારેગ થતાં જ રાજાના આગમનની ખબર પડી. તેણે તુરત જ ઊઠીને સલામ કરી. રાજાએ પૂછ્યું, “તમે શું કરતા હતા ?” તેણે કહ્યું, “એ એવી બાબત ન હતી કે આપની વિરુદ્ધ મારા વિશે કહેવામાં આવી છે. પરંતુ મારી પેટી પાસે એક સાપ હતો જે ઊભો થઈને, વાંકો વળીને તેમજ જમીન ઉપર શિર રાખી છે છતાં તે મળે નહિ.” પેટી ઉઠાવી સાપની તલાશ કરવાનો હુકમ રાજાએ કર્યો. એકાએક નીચેથી સાપ નીકળી આવ્યો. રાજાએ ચુગલીખોરને સજા કરી. ખંભાતના મંદિરમાં એક હાથી હતા તે અદ્ધર લટકતો હતો. સર્વની તેના તરફ માનવૃત્તિ હતી. રાજા પણ હરેક સાલ એક વખત ત્યાં આવતો હતો. રાજા આવ્યો ત્યારે અબ્દુલ્લાહે પંડિતને કહ્યું કે રાજાને કહો કે “રાત્રે હાથીએ મને કહ્યું: લાંબા સમયથી અદ્ધર ઊભો રહેતાં હું થાકી ગયો છું. મારી ઈચ્છા છે કે એક પગ જમીન ઉપર રાખું.” આ સાંભળી રાજા હેરતમંદ થયે. અબ્દુલ્લાહે રાત્રે જાણી લીધું હતું કે આ લેઢાને હાથી લોહચુંબકને લઈ અદ્ધર રહે છે. તેથી એક પગ નજીકનું લોહ-- ચુંબક કાઢી લીધું. હાથીએ એક પગ જમીન ઉપર રાખી દીધો. સવારે આ ખબર જનતામાં ફેલાતાં લેકે જોવા આવ્યાં અને આ સાંભળી રાજા બહુ દિલગીર થયો. બીજે દિવસે બ્રાહ્મણ પંડિતની મારફત બીજે પગ અને ત્રીજે અને ચોથે દિવસે ત્રીજા અને ચોથો પગ જમીન ઉપર રાખ્યાની ખબર રાજાને પહોંચાડવામાં આવી.