________________
૧૬૪]
ગુજરાતને ઇતિહાસ તેને અતિ આશ્ચર્ય લાગ્યું. પછીથી કેઈએ રાજાને ખબર આપી કે, પંડિત કેઈ અરબની મારફત મુસલમાન થઈ ગયો છે, જે તેની સાથે જ રહે છે. આ બંનેએ મળીને હાથીની આ હાલત કરી છે. આ સાંભળી રાજા કોષે ભરાયો અને બંનેને ગિરફતાર કરવાને હુકમ કર્યો. અબ્દુલ્લાહ સીડી પર આવી બેઠે અને આત્મરક્ષણની દુઆ પઢવા માંડ્યો. સિપાઈઓ આવ્યા પણ પકડી શક્યો નહિ અને નાસી છુટયા. રાજાને આ વાતની ખબર પડી. તે ખુદ આવ્યો પરંતુ તેના પગ જકડાઈ ગયા અને આગ ભભૂકી ઊઠી. રાજાએ ગભરાઈને પશ્ચાત્તાપ કર્યો અને ઈસ્લામ ધર્મને સ્વીકાર કરવાની માહિશ દર્શાવી. અબ્દુલ્લાહે એકી નજરે જોયા કર્યું અને રાજા છૂટે થયો. ત્યારપછી અબ્દુલ્લાહની પાસે આવી પરિસ્થિતિ પૂછી. અબ્દુલ્લાહે પૂછ્યું “અગર સૌથી મોટી મૂતિ જેની તમે પૂજા કરે છે તે મારી ખિદમત કરે તો તમે મુસલમાન થશે?” રાજાએ કહ્યું, “જે નજરે જોઈશ તે. જરૂર થઈશ. મારો ભરોસો ખુદા ઉપર છે.” અને મૂતિને સંબોધીને કહ્યું, “ઊઠ અને મારી ડલ લઈ તળાવમાંથી પાણી ભરી લાવ. આથી મૂતિ સત્વર “હાજર થઈ” બોલતી ડોલ હાથમાં લઈ તળાવનું તમામ પાણી ભરી લાવી. લેકે વિનંતિ કરવા લાગ્યાં કે પાણુ વગર મનુષ્ય અને જાનવર મરી જશે. આથી અબ્દુલ્લાહના હુકમથી મૂતિ તળાવમાં પાછી પાણી રેડી આવી અને તળાવ ભરાઈ ગયું. શેખ અબ્દુલ્લાહની આ કરામત જોઈ ઘણું હિંદુ મુસલમાન થઈ ગયા. તેમની જનોઈનું વજન એક મણથી પણ વધારે હતું. તે પછી અબ્દુલ્લાહ પાટણ ગમે ત્યાં પણ ઘણા હિંદુ મુસલમાન થયા અને સિદ્ધપુરના પણ ઘણા માણસો મુસલમાન થયા. અબ્દુલ્લાહે ભારમલના પુત્ર યાકૂબને શિક્ષણ આપી પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો.”
રેયલ એશિયાટિક સે સાયટી બંગાળા જર્નલ ભા. ૨ પૃ. ૮૪૨માં રાસમાળા ગુજરાતી પૃ૦ ૪૧૫ ના આધારે લખવામાં આવ્યું છે કે “યાકૂબ નામને એક મિસરને વતની મહિમાંહેના