________________
૧૬૨]
ગુજરાતનો ઇતિહાસ ઉત્તમ રીતે કરવા માટે રાજાના વજીર ભારમલને કાબૂમાં લેવો જોઈએ.. ભારમલ મહાદેવની જાત્રા અર્થે મહિનામાં એક વખત આવે છે. ત્યાં એક પૂજારીમાં તેને ગાઢ વિશ્વાસ છે અને બચપણથી જ તેને માનમર્તબો જાળવે છે. જે તે મુસલમાન થઈ જાય તે સર્વ કામ સુગમ છે.” અબ્દુલ્લાહ આ સલાહ મુજબ આ મંદિરે ગયો. તેણે જોયું કે તે છોકરાંને અક્ષર ઓળખાવતો હતો; તે અક્ષર મૂળાક્ષર હતા. - શેખ અબ્દુલ્લાહે કહ્યું, “પંડિતજી, આ એક આશ્ચર્યની વાત છે કે આપ એક અક્ષર શીખવતાં ચાર અક્ષરનો અવાજ કાઢે છે.” પંડિતજીને આ સાંભળી અચંબો થયો અને ખરી વસ્તુસ્થિતિ પૂછી. તેણે બાજુએ જવાનો ઈશારો કર્યો. જ્યારે એકાંતમાં ગયા ત્યારે તેણે એવી રીતે વાત કરી કે પંડિતનું વલણ તેના તરફ થયું. તે તેના હાથ ઉપર આવ્યો ત્યારે પોતાની છાની વાત તેની આગળ ઉઘાડી કરીને કહ્યું, “જુઓ! (તમે એક અક્ષર લખો છો “ક” અને બોલે છે “ કક્કો” એ ત્રણે અક્ષર “ક” છે અને તેના પછી “એ” હવે તેમાં પહેલા બે “ક” અસલ આત્મારૂપ છે. અને તે એક તત્વમાંથી છે જે અકલ છે, ત્રીજે “ક” અને “એ” અસલ દેહરૂપ છે. અને બંને વચ્ચે એક બાજુએથી અંતર છે અને બંનેમાંથી હરેક સ્વર સાથે ઉચ્ચરાય છે અને ત્રીજે સ્વર વગર અચળ છે. આ બતાવે છે કે બંનેમાંથી એક ફાયદો ઉઠાવે છે અને બીજો ફાયદો આપે છે.)” આ જાતની ચર્ચા ચાલુ રહી. આખરે પંડિત મુસલમાન થયે અને અબ્દુલ્લાહે તેની પાસે રહી શિક્ષણ આપ્યું અને તેને સમજાવ્યો કે કોઈ પણ રીતે તારે ભારમલને રાહ ઉપર લાવે. પંડિત આ માટે કેશિશ કરતો રહ્યો; એટલે સુધી કે ભારમલ જ્યારે એકાંતમાં હોય ત્યારે મૂર્તિના દોષે ખ્યાન કરત અને ઇસ્લામની પ્રશંસા કરતે. એટલે સુધી કે એક વખત ભારમલે કહ્યું કે તમે સાફ સાફ કેમ નથી કહેતા કે “તમે સંશોધનથી ઈરલામની સત્યતા જાણી લીધી છે. પરંતુ જો તમે મુસલમાન થઈ ગયા હો તો તો હું પણ