________________
હિંદુઆના સમય
[ ૧૬૧
•
tr
તે ઈસ્લામના કટ્ટો વિરોધી હતા. મુસલમાન હાથ લાગતે તે તેની કતલ કરતા. તેનું પાયતખ્ત અણુહીલવાડમાં હતું. તેના વજીરનું નામ ભારમલ હતું. ટૂંકમાં અબ્દુલ્લાહ યમનથી હિંદી સ્ખાન શીખી હિંદુસ્તાનના કિનારા ઉપર ઊતર્યાં. મેાતના ભયથી બાગામાં છુપાઈ રહ્યો. એક દિન એક પુરુષ અને એક સ્ત્રીને કામ કરતાં જોયાં. અબ્દુલ્લાહે ત્યાં જઈ તેમની પાસે પીવાનું પાણી માગ્યું. તેમને જવાબ મળ્યા કે કેટલાક દિવસ પહેલાં આ જગ્યાએ એક કૂવા હતા જેમાંથી લેાકેા પાણી પીતા હતા, પર ંતુ હવે તે સુકાઈ ગયા છે. અબ્દુલ્લાએ કહ્યુ ઠીક, મને કૂવા ખતાવા, ” અંતેએ કહ્યુ, “તેનું તમે શું કરા? જુઓ, આ રહ્યો તે કૂવે. શું તેમાંથી તમે પાણી કાઢી શકશા ! ” અબ્દુલ્લાહે કહ્યું, “હું તેા કંઈ કરી શકતા નથી, પરંતુ મારા ખુદાના હાચમાં હરેક વસ્તુ છે, તે જે ચાહે તે કરે છે, તેના હુકમ રદ થતા નથી. ખુદા જો આ કૂવામાંથી પાણી કાઢે તા તમે મુસલમાન થઈ જશે?” તેમણે જવાબ આપ્યા, “હા.” અબ્દુલ્લાહ કૂવામાં ઊતર્યાં અને એક ભાલા માર્યાં આથી એક ઝરણુ નીકળ્યું અને તે બહાર નીકળી આવ્યા. ધીમે ધીમે પાણી એટલું બધુ થઈ ગયું કે તે ઊભરાવા માંડયું. પાણીની આ હાલત જોઈ અને મુસલમાન થઈ ગયાં. પુરુષને કાકા અકેલા અને સ્ત્રીને કાકી કેલી કહે છે. એ બંને અબ્દુલ્લાહનાં સેવા અને રક્ષણ પોતાના ધરમાં કરતાં હતાં, અને હિંદી (બહુધા ગુજરાની ભાષા યાતેા ગુજરાતની અપભ્રંશ હશે.) પણ તેને શીખવતાં હતાં. જ્યારે તેમને આ ખાનદાન માટે પ્રેમભાવ થઈ ગયા અને વિશ્વાસ લાગ્યા ત્યારે તેણે પોતાની વાત ખુલ્લી કરી કે “ મને અહીં ઇસ્લામ અર્થાત્ ઇસ્માઇલી ધર્માંના પ્રચારકાય માટે મેાકલવામાં આવ્યા છે. તેથી મારી ઇચ્છા છે કે હું જલ્દી કામ અદા કરું. આ બાબતમાં તમારી શી સલાહ છે?” તેમણે કહ્યું, “ સાચી ફતેહ તેા તમને કાઈ હિંદુ રાજા મુસલમાન થઈ જાય ત્યારે જ મળી શકે; પરંતુ આ મુલ્કમાં પ્રચારકોનું કામ
૧૧