________________
હિંદુઓને સમય
[૧૫૯ સિદ્ધરાજ ગુજરાતમાં કળામય ઈમારત તથા મહેલો બંધાવ્યા. ભરૂચના કિલ્લાની મરામત કરાવી, અને જોઈને કિલ્લે તેણે તૈયાર કરાવ્યા; ઠેકઠેકાણે કૂવા તળાવો ખોદાવ્યાં. રૈયતનાં સુખ દુઃખ નિહાળવા રાતે છુપાઈને નગરચર્ચા માટે નીકળતે. સિદ્ધપુર નજીક ઊંઝા નામના કસબામાં માળવાથી પાછા ફરતાં મુકામ કર્યો ત્યારે જાત્રાળને પોશાક પહેરી રાત્રે ફર્યો. તેને સંતાન ન હોવાથી લેકે બહુ દિલગીર હતા. આ સગુણો હોવા છતાં કેટલાક દુર્ગુણે પણ તેનામાં હતા; જેમકે ભગવાનલાલ પિતાના ગુજરાતના ઇતિહાસમાં બીજા ગ્રંથકારના આધારે લખે છે કે સદ્દગુણી રાજા હોવા છતાં તે વ્યભિચારી હતો અને બ્રાહ્મણની સ્ત્રીઓને પણ તે છોડતો ન હતો. કેટલાક હિંદુ કવિઓએ એના વિશે ખરાબ લખ્યું છે. આસરે પચાસ વર્ષ હકૂમત કરી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮)માં આ દુનિયામાંથી પરદુનિયા તરફ કૂચ કરી ગયે. .
મૌલાના અબ્દુલ અલી સિફી નામના ઈસ્માઈલી (જેના ઉપરથી કિતાબનું નામ છે.) પ્રચારક (અવસાન ઝુલ્કાદા વિ. સ. ૧૨૩૨ ઈ. સ. ૧૮૧૬) પિતાની કિતાબ મજાલિસે સફિયા (રચના હિ. સ. ૧૨૨૪, ઈ.સ.૧૮૦૯)માં નવમી મજિલસમાં જણાવે છે કે આદમ બિન ઝકિમુદ્દીને જણાવ્યું છે કે મુસ્તન્સિર બિલાહે (ફાતમી ખલીફા મિસર) અબ્દુલ્લાહ અને અહમદ નામના બે મિસરીને યમનના પ્રચારક પાસે એવા ઈરાદાથી મોકલ્યો કે તેની પાસેથી હિન્દુસ્તાનમાં પ્રચારકાર્યનું કામ લઈ શકાય. તે બંને ત્યાંથી નીકળી યમનથી સૂચના લઈ ખંભાતમાં આવ્યા.
૧. ખંભાત અરબી ભાષામાં અંબાયત પણ કહેવાય છે. અને આને લીધે જ કેટલાક લોકોના નામ સાથે “અંબાતી” શબ્દ આવે છે. “સુબહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે હિંદી મહાસાગરના કિનારા ઉપર એક મોટું શહેર છે જે બીજા ભાગ (અર્થાત્ દુનિયાના સાત ભાગમાંના એક)માં આવેલું છે. તે ૯૯° ૨૦’ રેખાંશ અને ૨૨° ૨૦’ અક્ષાંશ ઉપર છે. આ શહેર મલબારની પશ્ચિમ દિશામાં એક એવા અખાતમાં આવેલું છે કે તેને