________________
૧૫૮ ]
ગુજરાતનો ઈતિહાસ બાળકોને પણ સિદ્ધરાજે મારી નાખ્યા અને રાણી સાથે લગ્ન કરવાની કેશિશ કરી, પરંતુ તેમાં ફતેહમંદ ન થયું. તે વઢવાણ આવી સતી થઈ. સૌરાષ્ટ્ર જીત્યા બાદ કચ્છ પણ તેણે તાબે કર્યું. (બહુધા કચ્છના રાજાએ પણ સેરઠને સાથ આપ્યો હશે). વનરાજ ચાવડાના વજીર ચાંપાના ખાનદાનમાંથી એક સજજન નામના શખ્સને સિદ્ધરાજે સોરઠને સૂબે બનાવ્યો અને તેની સુંદર વ્યવસ્થા જેડી શેત્રુજાને પવિત્ર પ્રદેશ પણ તેને હવાલે કર્યો. ગુજરાતના ઉત્તરના પ્રદેશે એટલે કે “અચલેશ્વર” અને “ચંદ્રાવતી ”ના પરમાર રાજાને પણ શરણે લાવવામાં આવ્યો. બુરહાનપુર પણ તેની હકૂમત નીચે આવ્યું. બુદેલખંડના રાજા મદનવર્મા ઉપર ચડાઈ કરી તેને હરાવ્યું અને વાસ્તવિક નજરાણું લઈ આવ્યો. દક્ષિણમાં કેલાપુર (કોલ્હાપુર) વગેરેના રાજાઓ ઉપર પણ તેને પ્રભાવ પડતા હતા. સિદ્ધરાજ નસીબવાન અને સખી રાજા હતો. એ ધાર્મિક હતું, છતાં પણ તેણે હરેક ધર્મના લેકે સાથે છૂટછાટ રાખી અને તમામ લોકો તેને ચાહતા હતા. દક્ષિણમાં આવેલા કર્ણાટકને એક દિગંબર જૈન વિદ્વાન નામે કુમુદચંદ્ર હતો તે ૮૦ વાદવિવાદમાં વિજયી થઈ ચુક્યો હતા, તે આ સમયે ગુજરાતમાં આવ્યો ત્યારે હિંદુ અને જેનો વચ્ચે વાદવિવાદ ચાલ્યા કરતો હતો. જેના બંને પક્ષ દિગંબર અને વેતાંબર આપસમાં એકબીજાની વિરુદ્ધ હતા. સિદ્ધરાજ અને મીનળદેવીએ તેની બરાબર સંભાળ રાખી. કુમુદચંદ્રને મુકાબલો કરવાને દેવસૂરિ અને હેમાચાર્ય દરબારમાં આવ્યા અને વાદવિવાદ શરૂ થયો. કુમુદચંદ્ર પિતાના વતનના હોવાથી મીનળદેવીએ શરૂઆતમાં તેની હિમાયત કરી. પરંતુ હેમાચાર્યો જ્યારે તેને બતાવ્યું કે આ માણસ માને છે કે સ્ત્રીઓને મુક્તિ મળી શકતી નથી, ત્યારે તે ખામોશ રહી. અફસોસ કે કુમુદચંદ્ર વાદવિવાદમાં હાર્યો. હેમાચાર્ય વખતે વખત સિદ્ધરાજને ધર્મની વાત સંભળાવતા અને ઉત્તમ સલાહ આપતા.
૧. આ રાજાઓ ઉપર હુમલા કરવાનાં કારણે જાણવામાં આવ્યાં નથી.