________________
૧૬૦]
ગુજરાતનો ઇતિહાસ તે સમયે અહીંને રાજા સિદ્ધરાજ જયસિંહ નામને રજપૂત હતો. રસ્તો ત્રણ દિવસ જેટલો છેટો છે. તે એક ખૂબસૂરત શહેર છે અને સિરિયા (શામ)માં આવેલા મેઅરા” શહેરથી મોટું છે. અહીંની ઇમારતો સામાન્ય રીતે ઈટની છે. અલબત્ત બાગો ત્યાં કમ છે. ભા. ૫મો પૃ૦ ૭૦ મિસર. માર્કોપોલો તેના સફરનામામાં જણાવે છે કે આ મુશ્કની પશ્ચિમ દિશાએ ખંભાત છે, ત્યાંના વતની મુર્તિપૂજકે છે અને બોદ્ધ ધર્મ પાળે છે. તેમની ભાષા જુદી જ છે અને તેમને રાજા સ્વતંત્ર છે. ધ્રુવને તારે ત્યાંથી સારી રીતે દેખાય છે. એ પ્રદેશમાં વેપાર સુંદર ચાલે છે અને ગળી વધુ પ્રમાણમાં પેદા થાય છે, અને રૂ બીજા દેશમાં અહીંથી બહુ જાય છે. અહીં ચામડાને વેપાર પણ ખૂબ ચાલે છે. અહીં ચામડું સુંદર રીતે કેળવવામાં આવે છે અને રંગાય છે. અહીં પરદેશી વેપારીઓ ચાંદી, તાંબું અને મોરથૂથુ લાવે છે. એ શહેર
ઉ”થી ૨૦૨ અને અમદાવાદથી પર માઇલ પર છે. તેની વસ્તી ૪૦૦૦૦ (હવે તે ઘણું વધી ગઈ હશે) જેટલી છે. એ શહેરની જામે મસ્જિદ સુલતાન મોહમ્મદ તગલના જમાનાની બનેલી છે. મુખ્ય દરવાજા ઉપર “ન્યાયી અને વિદ્વાન સુલ્તાન મહમ્મદશા બિન તગલકશાહના જમાનામાં” લખવામાં આવ્યું છે. તેની ચારે તરફ સાયબાન છે. તે ધૂમટવાળી એક મજલાની ઇમારત છે. હરેક બાજૂએ ઘૂમટોની સંખ્યા નવ છે. પશ્ચિમ દિશા તરફ તેવી સંખ્યા બમણ છે. કમ્પાઉન્ડમાં આવેલ હોજ અલી બિન અબ્દુન નબી બગદાદીએ હિ. સ. ૧૦૩૦ માં તૈયાર કરાવ્યો હતો. મસ્જિદની દક્ષિણ દિશામાં જડે જ કેટલીક કબર છે. એક ઉપર “રકનુદ દેલતેવદ્દીન ઉમર બિન અહમદ ગાજરૂની.............બુધવાર, ૯ સફર હિ. સ. ૭૩૪” લખવામાં આવ્યું છે. એક બીજી કબર ઉપર “હસન ગલાનીની સ્ત્રી બીબી ફાતમા હિ. સ. ૭૮૩” છે. એક ઉપર “શરફુદ્દીન એહમદ બિન મેહમ્મદ હિ, સ. ૬૯૮” છે. આવી રીતે ઉમર બિન સાદુદ્દીન હિ. સ. ૬૯૮ છે. હું ઘણી વખત આ શહેરમાં ગયો છું. હાલની વેરાન હાલત જોઈ મને આશ્ચર્ય થાય છે. હરેક જગ્યાએ દ્વાર અને દીવાલો ઉપર શોકની છાયા માલુમ પડે છે. મુસ્તક્સિર બિલાહ (ખુલફાએ ફાતમીનમાંથી)ના જમાનામાં મૌલાએ અહમદ પ્રચારકાર્ય માટે અહીં આવ્યા હતા તેમની કબર સુન્નીઓના કબ્રસ્તાનમાં આવેલી અદ્યાપિ પણ આમ લોકોની ઝિયારતગહિ છે. સમુદ્રની નજીક કાકા અકેલા અને કાકી અકેલીની કબર છે. દાઉદી વહેરા ત્યાં ઝિયારત માટે જાય છે.