________________
હિંદુઓને સમય
[૧૫૧ ચૌહાણ રાજાએ ભીમદેવ પાસે મદદ માગી, પરંતુ ભીમદેવે તેની કંઈ પરવા કરી નહિ. હવે મહમૂદ ચાલ્યો ગયો અને અજમેરનો રાજા વિસલદેવ ચૌહાણ હરેક રીતે બળવાન અને તૈયાર થઈ ગયો ત્યારે શાંતિથી તેણે ગુજરાત ઉપર હુમલો કર્યો. ભીમદેવે પણ તેને સામને, કર્યો, પરંતુ હારી ગયો. આખરે તેણે યુદ્ધખર્ચ પેટે અવેજ અને નજરાણું આપી એને પાછો વાળ્યો. પાછા ફરતી વખતે વીસલદેવ રાજાએ પોતાની ફતેહની યાદગીરી તરીકે વીસલનગર (વીસનગર)નામનું
એક ગામ વસાવ્યું. તે જ સમયથી સોલંકી અને ચૌહાણ ખાનદાને વચ્ચે અદાવતનાં બીજ રોપાયાં, જે આખર પર્યત રહી. આ રાજા બહાદુર, હોશિયાર, તેમજ ઉદાર હતો. તેના સમયમાં તેના ઉપર એટલી બધી આફતો આવી કે તેની જગ્યાએ કોઈ બીજે રાજા હતા તે તે બરદાસ કરી શક્યા ન હતા અને સારી સલતનત
ઈ બેઠા હોત. પરંતુ મહત્ત્વાકાંક્ષા તથા બહાદુરીથી તેણે લગભગ પચાસ વર્ષ રાજ્યની લગામ પોતાના હાથમાં રાખી. ધનુર્વિદ્યામાં કઈ તેને પહોંચી શકે એમ ન હતું. ચેર ડાકુ માટે તેણે સુંદર વ્યવસ્થા કરી હતી. પંડિતની તે બહુ કદર કરતો હતો. તેના રાજમાં વિમળશાહ નામને શાહુકાર તેને વજીર હતો. તેણે આબુ, દેલવાડા અને આરાસુર પર મંદિર બંધાવ્યાં. ખુદ ભીમદેવે પણ સંખ્યાબંધ સ્થળોએ મંદિર બંધાવ્યાં. ભીમદેવે એક લગ્ન ઉદયમતી રાણી સાથે કર્યું હતું જેણે કરણને જન્મ આપ્યો હતો. એ રાણીએ અણહીલવાડમાં એક વાવ પણ બંધાવી હતી, જે રાણીની વાવ નામે ઓળખાય છે. ભીમદેવને બીજા બે પુત્રો હતા તેમને (૧) ક્ષેમરાજખેમરાજ હતું. તેની માનું નામ બકુલાદેવી હતું. ક્ષેમરાજને હરિપાળ પણ કહેતા હતા. તે વિષ્ણુભક્ત હતા. ભીમદેવે પિતાની હકૂ
૧. હેમાચાર્ય કહે છે કે એક સમયે ગુજરાતમાં સખત દુષ્કાળ પડયો. કિસાનોને રાજાની ઊપજને ભાગ ન આપવાના ગુના માટે ગિરફતાર કરી દરબારમાં હાજર કરવામાં આવ્યા. તે વખતે ખુશ થઈને ભીમદેવને રાજ