________________
હિંદુઓને સમય
[ ૧૪૯ લેકકલ્યાણનાં કામમાં વાપર્યું. ઘણી જગ્યાએ તળાવ અને મંદિરે બંધાવ્યાં. ખુદ પાટણ નજીક પણ એક તળાવ બનાવ્યું. શ્રી જિનેશ્વરજી જેવા ધુરંધર વિદ્વાન તેના સલાહકાર હતા. જૈન ધર્મ વિશે પણ તેને બોધ આપતા રહેતા હતા. એના જ પરિણમે આમ જાનવરો તરફ દયા રાખવાની ટેવ તેનામાં પડી ગઈ. ખુદ પોતે બહુ લાયક હતો, પરંતુ મુલ્કમાં બહારના હુમલાથી બચવાની કોઈ વ્યવ
સ્થા તેણે કરી નહિ અને છ તૈયારી તરફ ધ્યાન આપ્યું નહિ, જેનું પરિણામ તેના વારસને ભોગવવું પડયું. તેની બહેને મારવાડના રાજા મહેન્દ્ર જોડે લગ્ન કર્યું. તેના નાના ભાઈનું નામ નાગરાજ હતું અને તે બંનેનું લગ્ન મારવાડના મજકૂર રાજાની પુત્રીઓ સાથે થયું હતું. દુર્લભરાજને કંઈ સંતાન ન હતું, પરંતુ નાગરાજને ભીમદેવ નામને પુત્ર હતા. જ્યારે તે મોટે થયો ત્યારે દુર્લભરાજે ઈ. સ. ૧૦૨૨ (ઈ. સ. ૪૧૩)માં તેને રાજ્યનો વારસ બનાવી પોતાના ભાઈની સાથે ઈશ્વરભક્તિમાં પોતાનું મન પરોવી દીધું. તેના રાજ્ય દરમિયાન ઈ. સ. ૧૦૧૭ (હિ. સ. ૪૦૮)માં અબુરીહાને બીરની હિંદુસ્તાનમાં આવ્યો હતો તેણે પોતાની “ક્તિાબુલ હિંદમાં વિગતવાર હકીકતો લખી છે, સોમનાથ અને ગુજરાત વિશે વિગતવાર વર્ણન કર્યું છે, જેનો તરજુમો યોગ્ય સ્થળે આ પુસ્તકમાં આપી દીધો છે.
ભીમદેવ ૧ લે: ઈ. સ. ૧૦૨૨–૧૦૭૨ (હિ. સ. ૪૧૩– ૪૬). દુર્લભરાજ પછી ભીમદેવ તખ્તનશીન થયું. એ એક પરાક્રમી અને હેશિયાર રાજા હતો. મહમૂદ ગઝની જેણે સંખ્યાબંધ વાર ઉત્તર હિંદુસ્તાનના રાજાઓ સાથે લડાઈ કરી હતી તે અચાનક ગુજરાત ઉપર ચડાઈ લાવ્યો. ભીમદેવનામાં મુકાબલો કરવાની શક્તિ ન હોવાથી કચ્છમાં જઈ એણે આશ્રય લીધો, પરંતુ મહમૂદ ત્યાં પણ પહોંચ્યા. લાચાર થઈ ત્યાંથી પણ નાસી છૂટી એ પહાડોમાં છુપાઈ ગયો. મહમૂદ ગઝની હિંદુસ્તાનથી પાછો ચાલ્યો ગયો ત્યારે ભીમદેવે