________________
૧૫૦ ]
ગુજરાતના ઇતિહાસ
કાશિશ કરી ગુજરાત ફરીથી પોતાના કબ્વમાં લીધું અને પછી સિધના રાજા હુમ્મુક ઉપર ચડાઈ કરી. સિંધુ નદી ઉપર પુલ બાંધી તેને હાર આપી અને ચેદીના રાજા કરણને હરાવી ગુજરાતમાં મહાન શાનાશોકત સાથે આવ્યા. રૈયતે અતિ શાનદાર આદરસત્કાર કર્યો. તે પછી તેણે ફરીથી પેતાની ગુમાવેલી આબરૂ હાસિલ કરી.
એક વખત માળવામાં સખત દુકાળ પડયા તે વખતે રાજાએ ગુજરાત ઉપર હુમલા કરી લૂંટવાના ઈરાદે કર્યાં. તૈલિગના રાજાએ. માળવા ઉપર હુમલા કરવાની ઈચ્છા કરી. ભીમદેવે તેને રાયા. માળવાના રાજાએ ઉપકાર માન્યેા, પરંતુ ભીમદેવ જ્યારે સિધ ચાલો ગયા ત્યારે માળવાના રાજા ભોજે તેના લાભ લઈ ગુજરાત જીતવા ખાહિશ કરી અને આ માટે પે!તાના સેનાપતિ કુલચને ફેજ આપી રવાના કર્યો, તે પાટણ લૂંટી પાછા ફર્યાં, ત્યારે ભીમદેવે ચેદીના રાજા કરણને સાથે લઈ માળવા ઉપર ચડાઇ કરી. હંજી, તા આ લડાઈ ચાલુ હતી એટલામાં માળવાના રાજા મરી ગયેા. કરણ તમામ ખજાને લૂટી રવાના થયા અને ભીમદેવને એક પાઈ પણ પરખાવી નહિ અને માળવાની બધી આમદાની ભીમદેવની જ છે એમ કહી તેને ટાળ્યેા.ર
અજમેર પર મહમૂદ ગઝનીએ હુમલા કર્યાં ત્યારે અજમેરના
૧. માળવા અને સિંધ વિશેની તમામ હકીકતા મે* તારીખે ગુજરાતમાંથી (પૃ. ૧૪૦ ) લીધી છે. સિંધ ઉપર હુમલા કરવાનું કારણ એમ ખતાવવામાં આવે છે કે તેણે ભીમદેવના અધિરાજ અર્થાત્ શહેનશાહ તરીકે સ્વીકાર કર્યા ન હતા, તેથી તેને શિક્ષા કરવામાં આવી. સત્ય વસ્તુ શું છે તે ઈશ્વર ણે. એક ખીન ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલેા મહમૂદ ગઝનીની ચડાઇ પહેલાં સિંધી ઈસ્માઇલેાની : ઉશ્કેરણીથી કરવામાં આન્યેા હતેા. અને સિંધ મહમૂદના કબજાના પ્રદેશમાં સામેલ હતું. મહમૂદ આનુ' જ વેર લેવાને ગુજરાતમાં આન્યા.
૨. બીજી વાત એવી છે કે કરણે કહ્યું કે મદિરાની જાગીરોની સધળી આવક ભીમદેવની છે તે એ લઇ લે.