________________
૧૫૪ ]
ગુજરાતનો ઈતિહાસ શાહી ખાનદાનમાં ટંટે થયો અને કરણને મામો મદનપાળ હકૂમતની સંભાળ લે એવી રીતને આખરી ફેંસલે આવ્ય, ઈ. સ. ૨૦૯૪ (હિ. સ.૪૮૭) માં રાજા પોતાના પુત્રને બાળવયમાં મૂકી મરણ પામ્યો.
સિદ્ધરાજ જયંસિહ –ઈ. સ. ૧૦૯૪ થી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ૪૮૭–૩૮). સિદ્ધરાજનું અસલ નામ જયસિંહ હતું. ઈ. સ. ૧૦૯૧ (હિ. સ. ૪૮૪) માં પાલણપુરમાં તેને જન્મ થયો હતો. એનો બાપ કરણ મરણ પામ્યો ત્યારે એ ફક્ત ત્રણ વરસનો હતો. તે જ ઉમરે સિદ્ધરાજ તખ્તનશીન થયો; પરંતુ રાજ્યની લગામ કરણના મામા મદનપાળના હાથમાં રહી. તેણે અતિ જુલમ અને સિતમ કરી અંધેર ચલાવ્યું અને લીલા નામના એક રાજવૈદ્યની પાસેથી રૂપિયા છીનવી લીધા, તેથી લેકાએ તેને મારી નાખ્યો અને રાજ્યની લગામ તેની મા મીનળદેવીના હાથમાં આવી. તે અતિ ચાલાક અને હેશિયાર હતી. તેણે સલ્તનતનું સુંદર રક્ષણ કર્યું. તેણે લોકકલ્યાણનાં ઘણું કામ કરી રૈયતને પ્રેમ છત્યો. તેના બે વજીરે પરવાનગીથી આપની પાસે પયગામ લાવ્યો છું. ત્યારપછી ઘણી બક્ષિશે નજરાણુમાં અર્પણ કરેલી સ્વીકારી કરણે લગ્ન કર્યું. છોકરી અણહીલવાડ આવી પહોંચી ત્યારે કરણને તે બદસૂરત લાગતાં તેની સાથે સંસાર માંડ નહિ; આથી મીનળદેવી તેમજ તેનાં સગાંવહાલાંને બહુ દુઃખ થયું અને તે આત્મહત્યા કરવા તત્પર થઈ. કરણે આ વાતની પણ પરવા
ન કરી.
કર્મસંગે એક ગાનતાન કરનારી નદી ઉપર રાજા આશક થઈ ગયો અને મીનળદેવીને તેની જાણ થઈ, તે વખત સુધી તખ્તવાસ માટે કરણને કંઈ સંતાન ન હતું આથી વજીરે અને અમીરની મીનળદેવી તરફ હમદદ હતી. સર્વેએ મળી એક યુક્તિ રચી અને મેક ઉપર પિતાની જગ્યાએ મીનળદેવીને જવા દેવી એમ નાચનારી છોકરીને સમજાવી; મુંજાલ નામના પ્રધાનની ચાલાકીથી આ કામ ખૂબીથી ખતમ થયું અને એંધાણી તરીકે એક વીંટી રાજા પાસેથી લઈ લીધી. મીનળદેવી સગર્ભા થઇ હતી.. તેણે સિદ્ધરાજને જન્મ આપ્યો.