________________
૧૪૮ ]
ગુજરાતને ઇતિહાસ
ઝાડા રાપાવ્યાં. તે તેના પિતાથી પણ સારા હતા. અને રાજ્યમાં કાઇ પણ તેને દુશ્મન ન હતા. ચામુંડે પેાતાની સલ્તનતનું ખૂબીથી સંરક્ષણ કર્યું અને એક તસુભર જમીન પણ પેાતાના કબજાની બહાર જવા ન દીધી. તેર વરસ પ``ત સતનતનાં સર્વ કામે સુખશાંતિથી અદા કર્યાં. એક વખત તેણે તેની બહેન સાથે ગેરવર્તન કયું જેથી તેણે અતિ પશ્ચાત્તાપ કર્યાં અને તે પાપનિવારણ માટે તેણે કાશી જવાના ઇરાદા કર્યાં.
ચામુંડને વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ એ પ્રમાણે ત્રણ પુત્રા હતા. ચામુંડે ૧૩ વર્ષ રાજ્ય કરી પોતાના પુત્ર વલ્લભરાજને પેાતાની જગ્યાએ તખ્તનશીન કર્યાં, અને જાત્રાઅર્થે કાશી માટે રવાના થયા. રસ્તામાં માળવાના રાજાએ તમામ સારાં આભૂષણો છીનવી લીધાં અને તેની કંગાળ હાલત કરી નાખી. ચામુંડે પાછાં આવી પેાતાના પુત્ર આગળ આ મામલાની ફરિયાદ કરી. વલ્લભરાજ આનું વેર લેવાને માળવા તરફ ફાજ લઈ ગયા, પરંતુ રસ્તામાં શીતળાના રાગથી મરણ પામ્યા અને વીલે મેએ સૈન્ય પાછું આવ્યું. એ જ દિવસથી માળવા અને ગુજરાતના દિલમાં વેરનું ખી રાપાયું. ચામુંડ આ બનાવથો બહુ દિલગીર થયે..
ત્યારપછી તેના પુત્ર દુ`ભરાજને ગાદી ઉપર બેસાડયે અને પોતે સાધુ થઈ ન`દા નદીને કિનારે ભરૂચથી સાત કાસ ઉપર આવેલા શુક્લતીમાં ચાલ્યે! ગયા. આ જ જગ્યા ઉપર, ચંદ્રગુપ્તે પણ પેાતાના વજીરની સાથે પ્રાયશ્ચિત્ત કર્યુ હતું. તે એક સત્યવાદી અને સદ્ગુણી રાજા હતા.
દુર્લભરાજ સોલંકીઃ—જી. સ. ૧૦૧૦-૧૦૨૨ (હિ. સ. ૪૦૧–૪૧૩). દુર્લભરાજે પણ રાજ્યનું કામ સારી રીતે કર્યું. સતનતમાં સુખશાંતિ રહેવાથી તેની ઢાલતમાં વૃદ્ધિ થઇ. તેણે પોતાનું ધન
૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ દેસાઇ, પૃ. ૧૭૨