________________
હિંદુઓને સમય
[૧૪૭ તમામ પંડિતોને માલામાલ કર્યા. ઉત્તર હિંદુસ્તાનનાં બીજાં શહેરેમાંથી પણ પાંડિતને બોલાવી ગુજરાતમાં વસાવ્યા. તેમના વંશજો “ઔદીચ્ય” (ઉત્તરના) નામથી મશહૂર છે. ખંભાત, સિહોર અને અન્ય નાનાં નાનાં ગામો તેમને જાગીરમાં આપવામાં આવ્યાં. સિંહપુર (સિહોર) દસ બ્રાહ્મણોને આપ્યું હતું. આખરી ઉમરમાં પોતાનાં પાપ માટે બહુ પસ્તાવો કર્યો. તેણે પોતાના પુત્ર ચામુંડને રાજગાદી ઉપર બેસાડ્યો અને પોતે ગાદીત્યાગ કર્યો અને બાકીનું જીવન ઈશ્વરભક્તિ અને તીર્થયાત્રામાં ગુજારી પિતાના રહેઠાણ માટે સિદ્ધપુરમાં એક મહેલ “રમણ આશ્રમ” પસંદ કર્યો, અને ત્યાં જ પિતાની જિંદગીનો બાકીનો સમય પસાર કર્યો. મૂળરાજ બહુ બહાદુર અને અકલમંદ શબ્યુ હતું, પરંતુ આ ગુણો ઉપરાંત “રત્નમાળા”માં જણાવવામાં આવ્યું છે કે તે લુચ્ચો અને જુલ્મી હત; સ્ત્રીઓને શોખીન હતો; પૈસા જમીનમાં દાટી રાખત; લડાઈના કામમાં ચતુર ન હતા, પરંતુ દુશ્મનને દગોફટકાથી હાર આપતો હતો. તેના સમયમાં ગુજરાતમાં સુખશાંતિ રહ્યાં. બહુધા આ પાછલા દુર્ગુણ શરૂઆતના અરસામાં તેનામાં હતા, કારણ કે જિંદગીના આખરી હિસ્સામાં તે તે એવો ન હતો.
ચામુંડ સેલંકી:-ઈ. સ. ૯૯૭થી ૧૦૧૦ (હિ. સ. ૩૮૭ થી ૪૦૧). મૂળરાજે જ્યારે તખ્ત ઉપરથી પિતાને હક ઉઠાવી લીધો ત્યારે તેને વડે પુત્ર ચામુંડ તખ્તનશીન થે. દિલગીરીની વાત છે કે તેના જન્મની કે મરણની ખરી સાલ મળી નથી, પરંતુ ફક્ત એટલું જ જાણવાનું મળ્યું કે સૌરાષ્ટ્ર જીત્યા બાદ લગભગ ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૩૬૩)માં તેને જન્મ થયે હતે.
બાળપણથી જ તેને વિદ્યાભ્યાસનો શોખ હતો અને મહાભારતની વાત સાંભળતે હતો. “રત્નમાળા'માં જણાવવામાં આવ્યું છે કે મૂળરાજને પુત્ર ચામુંડ હતો. તે ખાવાપીવામાં મજીલે હતો અને ઉચ્ચ પ્રિટિને લિબાસ પહેરતા હતા. તેણે બાગબગીચામાં ઉમદામાં ઉમદા