________________
હિંદુઆના સમય
[ ૧૪૫
પેશ કરતા હતા. દાખલા તરીકે રાજા અનંગે રથ, કિનારા ઉપરના મુલકના રાજાએ ( બહુધા લંકાને રાજા હશે ) હીરા અને સાનું, દેવગઢના રાજાએ ખંડણી અને કાલપુરના રાજાએ તે। મૂળરાજના પગ આગળ જવેરાત યુ”, કાશ્મીરના રાજાએ કસ્તૂરી, કુરુરાજાએ વિવિધ જાતની રંગીન છત્રી, પાંચાલના રાજાએ ગાયા અને ગુલાબ, અને લાટ ( ભરૂચ )ના રાજાએ દ્વારક” નામના હાથી બક્ષીસ તરીકે મેક્લ્યા. આ માકાને મૂળરાજે આકસ્મિક લાભ સમજી તેના ઉપર એવા આરાપ મૂકયા કે તમે ખેાડવાળા હાથી માકલી મારી મશ્કરી કરી છે; અને ત્યારપછી પેાતાના પુત્ર ચામુડને એકાએક એક મહાન સૈન્ય આપી હુમલા કરવા મેલ્યા. એટલી ગુપ્ત રીતે આ હુમલા કરવામાં આવ્યા હતા કે શહેરની સામાન્ય જનતા દુશ્મનેાના ઘેાડાની ખરીને અવાજ સંભળાયા ત્યાંસુધી પેાતાના નિત્ય કામમાં મશગૂલ રહી. એટલે સુધી કે સ્ત્રીએ હંમેશ મુજબ નદીએ અને તળાવેામાં નિર્ભયપણે નહાતી હતી તે આ અચાનક આત નિહાળી ભાગી ગઈ. લાટનેા રાજા આવા સમયે શું કરી શકે ? જીવલેણુ કૂચ કરી અને હાર ખાઇ મરણને શરણ થયા અને લાટ જિતાયેલા મુલકામાં આવી ગયું. યુવરાજની આ પ્રથમ ફતેહથી મૂળરાજને અતિ આનંદ થયેા.
હવે એની સલ્તનતની સરહદો વિસ્તૃત હતી. આબુથી માંડી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી અને બીજી બાજૂએ દક્ષિણ સુધી એનું રાજ્ય હતું. આયુષના પણુ અંતિમ છેડા ઉપર પહેાંચી ગયા હતા તે સમયે તેને હરેક પ્રકારનું સુખ હતું તે છતાં ક્લિમાં શાંતિ ન હતી. વખતેાવખત તેનું હૃદય પોતાની જાત ઉપર મામા સામતસિદ્ધની તલ માટે ફિટકાર કરતું હતું. રૈયતમાં બદનામીને લઈને એ મેહદ ગભરાતા હતા. તે અતિ ચાલાક હતા તેથી આ લાંછન દૂર કરવાને પ્રજાને બને તેટલી ખુશ કરવાને કાશિશ કરતો, જેથી કરીને લેાકેા તે વાત ભૂલી જાય, અને પરિણામે સત્કૃત્યા યાદ રહે. આ
૧૦