________________
૧૩૮ ]
ગુજરાતના ઇતિહાસ
ઃ ૫ ઃ
સાલડી વશ:—ઈ. સ. ૯૪૨ થી ૧૨૪૨ ( હિ.સ. ૩૩૧ હિ. સ. ૬૪૦)
ઉપર જણાવવામાં આવ્યું કે ગુજર કામની એક શાખા ચાલુકય હતી તે જ ચાલુકય વંશની એક શાખા સાલકી છે. • ઉત્તરમાં સાલી રાજ્યની રાજધાની ભિન્નમાલ હતી. તેએ આસપાસની સલ્તનતાના દબાણને લઈને પોતાની જગ્યાને ત્યાગ કરી માળવા ચાલ્યા ગયા. દક્ષિણમાં સાલકીનું પાયતખ્ત કલ્યાણી હતું. સેાલક ખાનદાને ચાવડા પાસેથી અને ફરીથી સેાલક પાસેથી ચાવડાએ કેવી રીતે રાજ્ય લીધું એ વિશે વિગતવાર પાછળ લખવામાં આવ્યું છે. હવે ફરીથી સાલકી વંશમાં સલ્તનત આવી તે વિશેની હકીકત આ પ્રમાણે છે કે કલ્યાણીના રાજા ભુવડની ચેાથી પેઢીએ ભૌમાદિત્ય નામના એક રાજા હતા જે પેાતાનાં હૈયાં છે!કરાં સાથે સામનાથની જાત્રાએ આવ્યા હતા, પાછા ફરતાં પાટણ (અણુહીલવાડ)માં પણ ઊતર્યાં. ત્યાંના રાજા રત્નાદિત્યે પોતાની પુત્રી લીલાવતીનું લગ્ન કલ્યાણીના રાજાના વડા પુત્ર “રાષ્ટિ ” સાથે કર્યું. મૂળરાજ તેને છેાકરા હતા. પ્રસવ વખતે જન્મ થતાં પહેલાં તેની માતા મરી ગઈ, તેથી તેનું ઉદર ચીરીને છોકરાને બહાર કાઢવામાં આવ્યા હતા. એ તે ગુજરાતના કૈસર જેવા હતા. જન્મ વખતે મૂળ નક્ષત્ર હાવાથી તેનું નામ મૂળરાજ” પાડવામાં આવ્યું હતું, સામંતસિ ંહૈ પાતે તેની પરવરિશ કરી હતી અને હરેક જાતની તાલીમ આપી હતી. તે કાયેલ અને બહાદુર હતા. તેણે પેાતાનાં સત્કૃત્યાથી લેાકેાનાં હ્રદય જીતી લીધાં. ઘણું કરીને સામંતસિંહની ગફલત અને પોતાની હેાશિયારીથી દરબારીનું વલણ તેના તરફ થઈ ગયું હતું.
મૂળરાજ સોલકી—ઈ. સ. ૯૪૨ થી ઈ. સ. ૯૯૭ ( હિં સ. ૩૩૧ થી ૩૮૭ )
મૂળરાજ, સાલકી વંશના સ્થાપનાર તેમજ ગુજરાતને મહાન