________________
૧૪૨]
ગુજરાતનો ઈતિહાસ સ્વપ્નામાં તેને સોમનાથ મહાદેવ દેખાયા અને ગ્રહરિપુને વિનાશ કરવાની સલાહ આપી અને તેને ખાતરી આપી કે જે લોકેએ પવિત્ર સ્થળો વેરાન કર્યા છે તે તમામ ઉપર તને સ્નેહ મળશે. બીજે દિવસે દરબાર ભરી વછરોની સલાહ લીધી. છલ(?) વજીરે રાજાના મત માટે એક પૂરજોર ભાષણ કર્યું જેમાં ગ્રહરિપુ ઉપર નીચે પ્રમાણેનાં તહોમતો મૂકથા :
- (૧) જાત્રાળુઓને રોકે છે. | (૨) રસ્તામાં હાડકાં અને માંસ વેરે છે (આ ઉપરથી જણાય છે કે તે જેન ન હતો, કારણ કે જૈન માંસને અડતા નથી. )
(૩) તે બ્રાહ્મણો માટે ખરાબ વચને વાપરે છે. (કારણ કે તે બૌદ્ધ હતો, હિંદુ ન હતા.)
(૪) નવજવાન છે અને અજાણી સ્ત્રીઓને બળાત્કારે મહેલમાં ઘસડી જાય છે.
(૫) તેણે આસપાસના રાજાઓને દબાવી રાખ્યા છે. (૬) ઘણો મગરૂર અને દેલતમંદ છે.
(૭) સિંધી રાજાને હાર આપી તેના ઘોડા હાથી અને રથ છીનવી લીધા.
(૮) તમામ પહાડી પ્રદેશ (જ્યાં દુશ્મને આશ્રય લે તે ) વેરાન કરી દીધા. - બીજા વછર જન્મેકે કહ્યું કે ગ્રહરિપુ ગિરનારની તળેટીમાં રહે છે. તેને મુકામ પહાડ અને સમુદ્રની વચ્ચે છે. તે કિલ્લાઓથી સુરક્ષિત છે. સોરઠ ને કચ્છનો રાજા તેનો દિલી દોસ્ત છે. તે ઉપરાંત બીજા કેટલાક ઝબરદસ્ત રાજાઓએ તેને સાથ આપે છે. તેથી બરદસ્ત તૈયારી કરી ખુદ પિતાની સરદારી નીચે તેનો અંત લાવ.
મૂળરાજે આ મસલત પછી એક મિનિટ પણ નકામી ગુમાવ્યા વગર સંપૂર્ણ તૈયારી સાથે રવાનગી માટે જાહેરાત કરી. રવાના થતી વખતે રૈયત અને બ્રાહ્મણોએ જે શાનદાર રીતે દેખાવ કર્યો હતો તે