________________
૧૪૦ ]
ગુજરાતનો ઈતિહાસ રાખી. પરંતુ લડાઈ સમયે સર્વ નકામું ગયું. બંને ફોજનું એટલું સખત દબાણ થયું, ક પાયતખ્ત છોડી ( કચ્છમાં આવેલા) કંથકોટમાં ચાલ્યો ગયો. તે ધારતા હતા કે નવરાત્રના તહેવાર આવતાં અજમેરની ફેજ પાછી ફરશે, કારણ કે રાજા માટે મંદિરમાં જઈ પૂજા કરવાનું જરૂરી હતું. પરંતુ તેની ધારણું ખરી ન પડી. અજમેરના રાજાએ માતા (મુર્તિ) ને અહીં મંગાવી પૂજા કરી અને જોરદાર હુમલાની તૈયારી શરૂ કરી. આથી ગભરાઈને રાજ્યના મુત્સદ્દીઓને મૂળરાજે બોલાવી સલાહ પૂછી. તેમનો અભિપ્રાય એ આવ્યો કે એક વખતે બે દુશ્મને સાથે લડવું ડહાપણ ભરેલું નથી. પરિણામે અજમેરના રાજાને નજરાણું ( અર્થાત્ લડાઈને ખર્ચ) આપી વિદાય કર્યો અને તૈલંગના બારપ નામના સરદાર સાથે લડાઈ કરી તેને હરાવ્યો. તે લડાઈમાં બારપ માર્યો ગયો. કેજ ભાંગી જઈને નાસી ગઈ અને ગુજરાત આ તેફાનમાંથી બચ્યું; ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૩૬૭); એટલે કે ૩૫ વરસ પર્યત મૂળરાજ તેને બળવાન કરતો રહ્યો વળી ફોજી તૈયારીમાં ગૂંથાઈ ગયો. તેણે લેકે માટે સંખ્યાબંધ જગ્યાએ મંદિર બંધાવ્યાં. બ્રાહ્મણોને ખુશ કરવા માટે ઈનામો અને દાન આપ્યાં. એ સમય સુધી તેની સલ્તનતમાં મેગિીર, ખંભાત અને જંબુસરનાં રાજ્યો દાખલ ન હતાં. અને એ જ પ્રમાણે લાટ અર્થાત ભરૂચ પણ તેની સત્તા નીચે આવ્યું ન હતું. સૌરાષ્ટ્રના કેટલાક નાના નાના રાજાઓ પણ મૂળરાજના તાબામાં ન હતા. મેંગીર (માનખેળ)ની સલ્તનત તે સમયે અતિ કમજોર થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રને આખરી રાજા ગ્રહરિપુ નામને હતા. તેના રાજ્યને વિરતાર પણ ખાસ પહોળો હતો. લાટને રાજા પણ ખુદમુખિયાર હતો. સૌરાષ્ટ્રના રાજાના ધર્મ વિશે કંઈ
૧. ઈબ્ન હોકલ, પૃ. ૨૩૩, પ્રેક લીડન. " . એના અસલ નામની માહિતી મળતી નથી. ગુજરાતના ઇતિહાસમાં આ જ લખ્યું છે.