________________
૧૨૮]
ગુજરાતનો ઈતિહાસ લઈ વનરાજે પોતાની કોશિશ શરૂ કરી દીધી. (બલાઝરી–સિંધની ફતેહના ઉલ્લેખમાં). હું ધારું છું કે ઘણું કરીને આ જ હુમલાથી રાજા ભુવડની ગુજરાતની સલ્તનત એટલી કમજોર થઇ ગઈ કે વનરાજે સાધારણ શિશથી સલ્તનત કાયમ કરી દીધી. આથી શરૂઆતમાં તેનું નામ “અણહીલવાડ” રાખવામાં આવ્યું હતું. વખત જતાં રૂઢ થતાં (નહરવાળ) થઈ ગયું. મુસ્લિમ વિજેતાઓની ભાષાએ તે નામમાં ફેરફાર કર્યો અને તે “નહરવાલા” થયું. અને આલીશાન અને દબદબાવાળું શહેર તે જમાનામાં “પટ્ટણ” કહેવાતું હતું તેથી આ શહેર પણ આબાદ અને રેનકદાર થઈ ગયેલું હોવાથી “પટ્ટણ-પાટણ” કહેવાવા લાગ્યું અને આજ પર્યત હિંદુઓ તેને આ જ “પાટણ” નામથી ઓળખે છે.
વનરાજે વિક્રમ સંવત ૮૦૨ (ઈ. સ. ૭૪૬૧ અને હિ. સ, ૧૨૯)ના વૈશાશ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિને તિષીઓના કહેવા મુજબ માંગલિક સમય ૨૨ ઘડી, ૪૫ પળે સૂર્યાસ્ત પછી રાજધાનીની સ્થાપના કરી હતી. તે વખતે પહેલા ભાવમાં સિંહ, બીજા ભાવમાં કન્યા, ત્રીજામાં તુલા, ચોથામાં વૃશ્ચિક અને કેતુ, પાંચમામાં ધન, છઠ્ઠામાં મકર, સાતમામાં કુંભ, આઠમામાં મીન અને શુક્ર, નવમામાં મેષ બુધ અને રવિ, દશમામાં વૃષભ ચંદ્ર શનિ મંગળ અને રાહુને સંગમ, અગિયારમામાં મિથુન અને બારમામાં કર્ક હતાં. ખગોળવેત્તાએ કહ્યું હતું કે બે હજાર પાંચસો સાત (૨૫૦૭) વરસ, સાત માસ, અને નવ દિન પસાર થતાં આ શહેર
૧. આઈને અકબરીમાં ઈ. સ. ૭૭૫ (હિ. સ. ૧૫૪)છે અને મિરાતે અહમદીમાં લેખકે ઈ. સ૭૨૧ (હિ. સ. ૧૦૩) આપી છે. અને એક બીજી સાલ ૮૬૬ (હિ. સ. ૨૦૨) છે. પણ બધી બિન પાયાદાર છે. પરંતુ જે ઈસવી સન સાચી હોય તો જે તારીખ ઉપર જણાવવામાં આવી છે તે બરાબર છે. (મુખસદ્દવલ, પ્રેસ, બીરૂત)