________________
૧૩૨
ગુજરાતના ઇતિહાસ
ફેરફાર થતા રહ્યો હતાઃ ૨૫-૧૫-૧૨-૮. હવે જો દીનારની કીમત ફકત આઠ જ રૂપિયા ગણવામાં આવે તે એ હજાર ઘેાડાની કીમત ૧૭૬૦૦૦૦ રૂપિયા થઈ. હાથી અને બીજા માલની કીમતનો અંદાજ આ ઉપરથી બાંધી શકાય. યાગરાજે એના બદલામાં શું આપ્યું હશે એ વિશે કંઈ જાણવામાં આવ્યું નથી; પરંતુ એમ અટકળ કરવામાં આવે છે કે જેમ કાઈ દેવાળિયા પેઢીના ભાગીદારેાને થાડું થોડું આપી સમજાવવામાં આવે છે તે પ્રમાણે આ વેપારીઓને સમજાવી દેવામાં આવ્યા હશે. વળી તે પણ રાજી ન થાય તેા એ શું કરવાના હતા?
કેટલાક વખત વીત્યા બાદ સલ્તનતના સ્ત ંભાએ શાહઝાદા (જે વારસદાર પણ હતે!) માટે સિફારિશ કરી ત્યારે રાજાએ જવાબ આપ્યા કે રાજાનું કામ રાજ્ય અને રૈયતનું રક્ષણ કરવાનું છે; તેમનું કામ લોકાને ફાવે તેમ લૂટવાનું નથી. હું એ પ્રમાણે ન કરું તે અપરાધી ગણાવું. સલ્તનતની મુશ્કેલીથી જમાવટ થઈ છે, લુટારુનું કામ કરી સરદાર બનવાના ડાઘને મારા ખાનદાનના માથેથી મિટાવ્યેા છે.૧ આખરે તેને છેડી મૂક્યા. પરંતુ તે ઇમાનદારીથી આ કામને પાપ સમજતા હતા તેથી તેણે તેના નિવારણ માટે પાતે અગ્નિમાં પડી દેહત્યાગ કર્યાં (ઇ. સ. ૮૪૨, હિ. સ. ૧૯૯). આ રાજા અતિ સદ્દગુણી અને ન્યાયી હતા. સલ્તનતની તેણે શાણી વ્યવસ્થા કરી હતી. તમામ લેાકેા તેને ચાહતા હતા. તેણે ગુજરાત ઉપર ૩૬ વરસ પર્યંત રાજ્ય કર્યુ. તે ઈશ્વરથી ડરતા હતે. તેની સલ્તનતની હદ
૧, આ ઉપરથી પણ લેાકેા દલીલ કરે છે કે એ લુટારુ ખાનદાન હતું. એના જવાબ માટે એમ કહેવુ' ખસ છે કે તેને ઇશારા ફક્ત વનરાજ તરફ છે જે શરૂઆતમાં લૂંટમારનું કામ કરતેા હતેા. આ વતને ખાનદાન સાથે કઇ લેવાદેવા નથી.
૨. મિરાતે અહમદીમાં ૩૫ સાલ છે અને તે આઇને અકબરીમાંથી લેવામાં આવી છે. પરંતુ મે' આવી તમામ હકીકતા ણે ભાગે ગુજરાતી ઇતિહાસામાંથી લીધી છે જે આધુનિક સશોધનના આધારે લખવામાં
આવેલ છે.