________________
૧૩૦ ]
ગુજરાતના ઇતિહાસ
સ. ૮૦૬ ( હિ. સ. ૧૯૧).૧ તેના જીવનના છેવટના ભાગમાં ૪. સ. ૮૦૫ (હિ. સં. ૧૯૦)ની આસપાસ ખલીફા હારૂન રશીદના વજીર યહ્મા ખ`કીએ એક મંડળ હિન્દુ ધર્મ વિશેની માહિતી મેળવવા માટે મેકહ્યું. તે કેટલાક સિ માનખેળમાં રહ્યું પછી પાછા જઈને એક અહેવાલ વજીર આગળ પેશ કર્યાં. ઈબ્ન નદીમે પેાતાની કિતાબમાં તેને સારાંશ આપ્યા છે. આ વિશેનું વિગતવાર બ્યાન ઉપર આવી ગયું છે.
યોગરાજ ચાવડાઃ-૪ સ. ૮૦૬-૨૮૪૨ (હિ. સ. ૧૯૧૨૨૮) વનરાજના અવસાન પછી તેના પુત્ર યાગરાજ તખ્તનશીન થયો.૨ તે પણ તેના બાપના જેવા બહાદુર અને પરાક્રમી હતા. તેણે તેની સલ્તનતની સીમામાં વૃદ્ધિ કરી. એ વિદ્વાન હતા. ખાસ કરીને લડાયક શસ્ત્રોના ઉપયાગમાં માહેર હતા. તીરઅન્દાઝીમાં તે। તે એક્કો હતા. સહીસલામતી અને શાંતિ સ્થાપવામાં તેણે બહુ જહેમત ઉઠાવી હતી. તેના જીવનમાંના એક મશહૂર બનાવે એવા છે કે તેના પુત્ર ક્ષેમરાજે તેને કહ્યું કે એક વિદેશી જહાઝ (બહુધા અરખાનું હતું ) સેામનાથ પંદર ઉપર આવ્યું છે; હું તેને લૂટી લઉં? ચેાગરાજે કડક રીતે મનાઇ કરી. પરંતુ નવજવાન શાહજાદાએ તેનું કહેવું ગણુકાયું નહિ. આખરે સામનાથ જઇ તેણે તમામ માલ લૂંટી લીધે!, જ્યાર રાજાને એ બાબતની ખબર પડી ત્યારે રાજાએ તેને પકડી કૈદ કર્યાં, અને વેપારીઓને લૂટને અવેજ આપ્યા. તમને ખબર હશે કે હિંદમાં ઉમદા ઘેાડાના અભાવ હતા, જેમકે સુલેમાન ખસરી ઈ.સ. ૮૫૧ ( હિ.સ. ૨૩૭) માં
૧. રત્નમાળામાંથી સાર. અમુલક્ક્ષને કદાચ ગુજરાતના ઇતિહાસ મળ્યા ન હોય. આઇને અકબરીમાં જસરાજ વિશે ઘણી વખત પેાતાનું લખાણ આધાર વિના લખ્યુ છે.
૨. આઇને અકબરીમાં તેનું નામ જોગરાજ છે. અને હિંદીમાં “જ” અને “ચ” અરસ પરસ બદલાય છે; જેમકે યાદવ” અને “જાદવ".