________________
હિંદુઓનો સમય
[ ૧૨૯ વિરાન થઈ જશે.૧
તે જ સાલ એટલે કે ઈ. સ. ૭૪૬ (હિ. સ. ૧૨૯)માં તે તખ્તનશીન થયો અને કેટલાક દિવસ પછી ચાંપા નામના તેના વછરે એક કિલો વસવાટ સહિત પાવાગઢ નજીક તૈયાર કરાવ્યો, તે હાલમાં ચાંપાનેર (ચંપાનગર) કહેવાય છે. ઘણું કરીને સરહદ ઉપરને છેવટને કિલ્લે એ છે, જે સંરક્ષણ માટે બાંવવામાં આવ્યો હતો. વનરાજે વછરની મદદથી ચાલાકીથી રાજ્ય ચલાવ્યું અને મુલ્કમાં શાંતિ સ્થાપવામાં તથા તેને આબાદ કરવામાં બંનેએ તદબીરથી કામ લીધું. તેણે ઘણી જગ્યાએ મંદિર બંધાવ્યાં. બહુધા પોતે તો ભણેલો ન હતું તેમજ કેઈ ખાસ ધર્મમાં પણ પાકે ન હતો, પરંતુ બ્રાહ્મણ તરફ ઘણી માનની દ્રષ્ટિથી જોતો હતો. તેણે પોતાનાં બાળબચ્ચાંને કેળવણી આપવામાં કચાસ રાખી ન હતી. તેની યિત તેને બહુ ચાહતી હતી. અને એ જ કારણથી (પાટણમાં આવેલા) પારસનાથના મંદિરમાં યાદગીરી માટે તેનું બાવલું પણ રાખવામાં આવેલું, જે આજ પર્યત મોજુદ છે. વનરાજ બહુ જ બહાદુર હતું. તેણે ફક્ત આપબળે પિતાની ગુમાવેલી સલ્તનત ફરીથી હાસિલ કરી હતી. આ સમય સુધી તેની મા રૂપસુંદરી હયાત હતી અને શીલગુણસૂરિની દેખરેખ નીચે જીવન ગુજારી રહી હતી. તેણે તેને “નહરવાલા”માં બોલાવી લીધી. સૂરિ પણ સાથે જ હતો. તેણે એક મોટું દેરાસર બંધાવ્યું જેનું નામ “પંચાસરા પારસનાથનું દેરાસર રાખવામાં આવ્યું. ૬૦ વરસ પર્યત રાજ્ય કરી એકસો દસ વર્ષની વયે તેણે દેહત્યાગ કર્યો, ઈ.
૧. આઇને અકબરી ભા. ૨ છે. નવલકિશોર. પરંતુ અફસોસની વાત છે કે આ ભવિષ્યવાણી ખેટી પડી, કારણ કે આ હિસાબે તો એ ઈ. સ. ૩૨૫૨ (હિ, સ- ૨૦૧૦)માં એ વેરાન થવું જોઈએ. ખરી વાત તો એ છે કે જે શહેરને પાયે વનરાજે નાખ્યો હતો તે તે ઘણું સમય ઉપર વેરાન થઈ ગયું હતું. અર્વાચીન “પાટણ” અસલ “પટ્ટણ” પૂરું થઈ જાય છે તે પછી એક ફર્લાગ જેટલે પશ્ચિમમાં શરૂ થાય છે. વનરાજના વખતની એકે ઈમારત ત્યાં મેજુદ નથી, બલકે ખલજીના જમાના ની ઈમારતમાંથી પણ કેઇ રહી નથી,