________________
૧૨૬ ]
ગુજરાતનો ઈતિહાસ
વનરાજ ચાવડ–ઈ. સ. ૭૪૬થી ઈ. સ. ૮૦૬ .
(હિ. સ. ૧૨૯થી હિ. સ. ૧૩૧) - જસરાજની રાણી એટલે કે સુરપાળની બહેન રૂપસુંદરી ગર્ભ વતી હતી. તેને જંગલમાં મૂકી આવવા માટે સુરપાળ લઈ ગયો હતા. તેણે તેને જંગલમાં એક ભીલને સોંપી હતી, જેની સ્ત્રી તેની ખિદમત કરતી હતી. જ્યારે બહેનને મૂકી સુરપાળ પંચાસર પહોંચ્યા ત્યારે તેને ખબર મળી કે જસરાજ મરણ પામ્યો છે. તેણે અશાંતિ ફેલાવવાને મુકમાં લૂંટમાર શરૂ કરી દીધી. તે જ દિવસોમાં ઈ. સ. ૬૯૬ (હિ. સ. ૭૭)માં તેને ખબર પડી કે બહેને પુત્રનો જન્મ આપ્યો છે ત્યારે તેના આનંદને પાર ન હતો. છોકરે છ વર્ષની વયને થયે ત્યારે શીલગુણસૂરિ નામના એક જૈન સાધુએ તેને તાલીમ આપવાની જુસ્સેદારી પોતાને મસ્તક રાખી. સુરપાળ પણ ત્યાં પહોંચી ગયો અને સાથે રહેવા લાગ્યો. આ છોકરાનો જન્મ વનમાં થયો હતો તેથી તેનું નામ “વનરાજ” રાખવામાં આવ્યું. વનરાજ જ્યારે ચૌદ વરસનો થયો ત્યારે તેણે પણ મામા સાથે લૂંટફાટમાં ભાગ લેવા માંડે. સુરપાળના અવસાન બાદ વનરાજે પોતે જ મુલ્કમાં લૂંટફાટનું કામ જારી રાખ્યું. રાજા ભુવડે ગુજરાતની ઊપજ પિતાની પુત્રી મીનળદેવીને આપી દીધી હતી. તેણે પોતાના સલાહકારની સલાહથી એક ચાવડા સરદારને ભાલાદાર તરીકે નીમ્યો, જેથી કરી તેના હાથ નીચેના સિપાઈઓ મારફત હરેક ચીજનું સારી રીતે રક્ષણ થાય. કલ્યાણીના માણસો આ મુલકમાં છ મહિના રહ્યા અને તેમણે હરેક જાતને માલ અને ખજાને જમા કર્યો. તે પછી સર્વ વસ્તુ સમેટી લઈને કલ્યાણ તરફ રવાના થયા. આ ખજાને કલ્યાણી જતો હતો ત્યારે વનરાજને ખબર પડી કે તેણે તે લૂંટી લીધે. પરિણામે તે દોલતમંદ તેમજ ઝબરદસ્ત થઈ ગયો. રંક સ્થિતિમાં તેની મદદ કરનારે એક ચાંપા નામને વાણિયે હતો. તે મક્કા પર તેને મદદ