________________
૧૨૪ ]
ગુજરાતના ઇતિહાસ
પેાતાના વજીરને પૂછ્યું કે એ રાજા મારા દરબારમાં શા માટે નથી આવતા ?
વજીરે જવાબ આપ્યા કે એ મુલ્ક આપના તાબામાં નથી. એ સાંભળી રાજાએ મિહિર નામના પેાતાના એક સરદારને એ મુલ્ક જીતી પાછા આવવાના હુકમ કર્યો. જ્યશિખરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પેાતાના સરદાર સુરપાળને એક લશ્કર આપી સામના કરવા માટે રવાના કર્યાં. કલ્યાણીની ફાજ આગળ વધી રહી હતી. તેમાં સવાર અને હાથીનું પ્રમાણ વધારે હતું. તેમાં ૪૦૦૦ જંગી રથ હતા અને લડવૈયાને તે શુમાર જ ન હતા. લૂંટફાટ કરતું લશ્કર પૉંચાસરથી છ માલિને છેટે આવી પહોંચ્યું. ત્યાંથી આખા મુલક લૂંટવાનું તથા બૈરાં છોકરાંને કેદ કરવાનું શરૂ કર્યું. આ હકીકત સાંભળી કલ્યાણીના સરદાર ઉપર રાજાએ પત્ર પાઠવ્યા કે ગરીબ ઉપર જીમ ગુજારવા એ મનુષ્યનું લક્ષણ નથી. તું તે કૂતરા જેવા છે, કારણ કે જેમ કૂતરા ઉપર પથ્થર ફેકે તે તે પથ્થરને કરડવા દોડી જાય છે.” સરદારે જવાબમાં કહાવ્યું કે “તું માંમાં તણખલું લઇ શરણે થા.” જયશિખરીનેા સરદાર સુરપાળ એ દરમિયાન ચુનંદા ચાદ્દાઓની એક ટુકડી લઇ બહાર આવ્યા અને રાત્રિને સમયે જ્યારે કલ્યાણીની ફાજ નાચરગમાં, ખાવા પીવામાં અને સૂવામાં મશગૂલ હતી ત્યારે સુરપાળે એકાએક હુમલા કર્યાં અને ફેાજને ચીભડાની જેમ કાપી નાખી. આવી રીતે સુરપાળે મિહિરને હાર આપી. ભુવડે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે અતિ બેચેન બન્યા અને ઊંચા નીચેા થયા, અને ખુદ તે એક મહાન લશ્કર લઈ ગુજરાત ઉપર ચડી આવ્યા અને પાંચ માસ પર્યંત પંચાસરનેા ઘેરા ચાલુ રાખ્યા, જસરાજે જોયું કે દિનપ્રતિદિન ઘેરા સખત થતા જાય છે. અને યુદ્ધમાં કઠિનતામાં વૃદ્ધિ થાય છે, આથી સિપાઈઓને સાફ સાફ કહી દીધું કે જેને જાન વહાલી છે તેણે નીકળી જવું. પરંતુ વફાદાર ફેજે જીવવા કરતાં આબરૂદાર મેાતની પસંદગી કરી અને બહાદુરીથી