________________
હિંદુઓના સમય
[ ૧૨૩
વગેરેની સંખ્યાબંધ બળવાન સલ્તનતા પેદા થઇ ગઇ હતી. આ જ સ્થિતિ રાષ્ટ્રકૂટ, ચાવડા અને વાધેલા ખાનદાનેાની હતી.
ઇસ્વી સાતમી સદીની આખરમાં ચાવડા ખાનદાનને પાયે રચાયે. તે સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખીન્ના સંખ્યાબંધ રાજ્યા હતાં. ચવડા કે ચાવડાની રાજધાની પંચાસર હતી. આ પંચાસર ઝાલાવાડની ઉત્તરે અને કચ્છના નાના રણની જોડે રાધનપુર નજીક આવેલું હતું. તેએ સૂવંશી કે ચંદ્રવંશી ન હતા, પરંતુ પશ્ચિમ હિંદ એટલે કે સિંધુ નદીની પાસે તેમનું અસલ વતન હતું, ત્યાંથી તે દીવ પાટણમાં આવ્યા અને ત્યારપછી પંચાસરમાં. એમ ધારવામાં આવે છે કે તેઓ સિધી ગુજરા હતા. કેટલાક ગુજરાતી ઇતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે તે દીવપાટણનાં દરિયાઇ સ્થળા ઉપર લૂંટફાટ કરતા હતા.૧ અને તેથી જ એમ ધારવામાં આવે છેકે શરૂઆતમાં તેમની સલ્તનત પંચાસરની આસપાસ સુધી જ મર્યાદિત હતી. પરંતુ આ વાતમાં સત્યતાના અભાવ છે. અર્વાચીન સંશોધનથી કેટલાક એવા પુરાવા મળ્યા છે કે જેનાથી સાબિત થાય છે કે સેામનાથથી માંડી પચાસર સુધી તેમની સલ્તનત હતી. જેમ જેમ ગુજરાતની સલ્તનતા કમજોર થતી ગઇ તેમ તેમ આ ખાનદાનની તાકત વધતી ગઇ. અલબત, આ વંશમાં સંખ્યાબંધ રાજાઓ થઈ ગયા, પરંતુ આજ પર્યંત તેમનાં નામે જાણવામાં આવ્યાં નથી. આ વંશને પ્રથમ રાજા “જસરાજ” કે જયશિખરી હતા એમ જણાય છે. સુરપાળ તેને મશર સિપાહસાલાર હતા. તેના સમયમાં શંકર નામને મદૂર કવિ થઇ ગયા છે. આ કવિએ એક વખત કલ્યાણી નગરમાં જઇ સેાલંકી વંશના રાજા ભુવડના દરબારમાં ગુજરાતના મુલ્ક અને રાજા જસરાજની બહુ જ તારીફ કરી. રાજાએ
૧. કેટલાક ઇતિહાસેામાં જણાવવામાં આવ્યું છે કે દીવપાટણમાં વલભીના રાજાઓના હાથ નીચે તેએ હાકેમેા હતા, જ્યારે ચડાઈ કરનારાએએ વલભીપુરને સત્તાહીન કરી નાખ્યું ત્યારે એ લેાકાએ પંચાસરના ખુર્દમુખ્તિયારી કબજો લીધે.