________________
હિંદુઓનો સમય
[ ૧૨૫ મુકાબલો કરવા માંડયો. કલ્યાણના રાજાને જ્યારે માલુમ પડયું કે બાવન દિવસ પસાર થયા છતાં ફતેહ મળતી નથી ત્યારે તેણે સુરપાળને એક પત્ર કંઈ વસ્તુના અર્કથી લખી મોકલ્યો જે તેણે કેસર છાંટી વાં, પરંતુ સુરપાળે દગોફટકે રમવાનો સાફસાફ ઈન્કાર કરી દીધો અને સામનો બરાબર જારી રાખે. કલ્યાણની ફજે પણ પૂરજોશથી ફતેહ હાસિલ કરવાને મુસમ્મમ ઈરાદો કરી લીધો હતા અને ઘેરે એ સખ્ત કરી દીધો કે જસરાજને પિતાની હાર થશે એમ ચોક્કસ ખાત્રી થઈ ગઈ. આ જોઈ જસરાજે સુરપાળને એની બહેન એટલે જસરાજની રાણી રૂપસુંદરીને લઈ જંગલમાં કોઈ નિર્ભય જગ્યા ઉપર મૂકી આવવાને કહ્યું, તેથી સુરપાળ તેને લઈ નીકળ્યો. રાત્રે જસરાજની ફાજમાં મહાભારત વિશે ઉપદેશ કરવામાં આવ્યો, જેથી શૂરવીરેનું ખૂન ઊકળવા માંડ્યું. બીજે દિવસે રાજા જસરાજ ખુદ બહાદુરીથી લડ્યો, બંને બાજૂનાં હજારે માણસોનું લેહી રેડાયું, પરંતુ આખરે બાવન દિન પછી જસરાજ માર્યો ગયો અને કલ્યાણીને રાજા ફતેહમંદ થયો. વિજયી રાજા જ્યારે મહેલમાં પહોંચ્યો ત્યારે શસ્ત્રસજજ સ્ત્રીઓએ એ જોરાવર હુમલે કર્યો કે મજબૂરીથી તેને મહેલમાંથી પાછા વળવું પડયું. આ દરમિયાન સ્ત્રીઓએ ચિતા તૈયાર કરાવી લીધી અને તમામ સ્ત્રીઓ પોતપોતાના ધણની લાશ ભેગી બળીને ખાક થઈ ગઈ રાજા ભુવડે પણ ઉદારતા બતાવી રાજા જસરાજની લાશને લઈ ધાર્મિક રીતે અંતિમ ક્રિયા કરાવી. સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાએ શરણે થયા. રાજા પોતે જ એ મુલ્કમાં રહી બંદોબસ્ત કરવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ વછરો તેમજ ઉમરા સુરપાળથી એટલા ગભરાતા હતા કે કોઈપણ રીતે અહીં રહેવાની તેને સલાહ ન આપી. આથી કલ્યાણને રાજા પાછો ચાલ્યો, ગયે. અહીં તેણે એક સૂબેદારની નિમણૂક કરી, જે હર સાલ અહીંથી ગુજરાતની ખંડણી મોક્લતો રહેતો.
૧. રત્નમાળા