________________
હિંદુઓનો સમય
[૧૧૫ અહીં સૌથી મોટો રાજા વલ્લભરાય છે. કહેવાય છે કે તેના ફળ વજીફાની વ્યવસ્થા અરબોના જેવી છે. ( અરબ અમલદારોએ તેની ફિજી વ્યવસ્થામાં સુધારો કર્યો હતો.) તેના સિક્કા પણ છે અને તે ઉપરની સાલ રાજાની તખ્તનશીનીથી શરૂ થાય છે. હિંદુસ્તાનના તમામ રાજાઓમાં અહીંના રાજાની અને પ્રત્યે મેહબૂત વધારે છે. તેમનું માનવું છે કે તેથી જ તેમના રાજાઓની જિંદગી વધુ હોય છે. તેઓ પચાસ વર્ષ પર્યત રાજ્ય કરે છે. (એ પણ જાણવું જોઈએ કે અમોઘવર્ષે ૬૨ વર્ષ રાજ્ય કર્યું હતું. સંભવિત છે કે એ ઉપરથી જ આ મુસાફરે આ અનુમાન કર્યું હશે, તેમનો પ્રદેશ કે કણ છે, (એ સલતનતનું બંદર એ વખતે થાણું હતું, જે કંકણમાં આવેલું છે.) જે સમુદ્રકિનારે આવેલું છે. આસપાસના રાજાઓ સાથે એની લડાઈઓ ચાલુ જ છે. એ પ્રદેશમાં સલ્તનત વંશપરંપરાથી ચાલી આવેલી છે. તેમનામાં પણ યુવરાજ હોવાનો રિવાજ હોય છે. તે જ પ્રમાણે અહીં જે એઠા કે ધંધા હોય છે તે પણ વંશપરંપરાથી ચાલી આવેલા હોય છે. આ પ્રદેશમાં તમામ રાજાએ એક રાજાના તાબામાં નથી, પરંતુ હરેકનું રાજ અલગ છે. પરંતુ વલ્લભરાય સર્વ રાજાઓમાં મહાન હતો. અહીં વિવાહથી પહેલાં વર અને કન્યાના વાલીઓ કહેણ–સદેશાથી કામ લે છે અને ત્યારપછી ભેટ મોકલે છે અને લગ્ન પ્રસંગે ઢોલ અને ઝાંઝ ખૂબ વગાડે છે. બને તેટલું દાન આપે છે. સારા હિંદુસ્તાનમાં વ્યભિચાર માટે બંનેને મોતની સજા હોય છે. તે જ પ્રમાણે ચેરીની સજા પણ મતની છે. તે માટેને રિવાજ એવો છે કે ચોરને અણિયાળા શંકુ આકારના લાકડા ઉપર બેસાડવામાં આવે છે, જે નીચેથી ગળા સુધી આવી રહે છે. અહીં કેટલાક લોકોની દાઢી ત્રણ ત્રણ હાથ જેટલી લાંબી મેં જોઈ છે. (બહુધા એ લેકે જેગી હશે.) કઈ મરી જાય છે ત્યારે તેનું મુંડન કરવામાં આવે છે ત્યારે તેને સાત દિવસ સુધી ખેરાક આપવામાં આવતો નથી. (ઘણું કરીને