________________
હિંદુઓના સમય
[ ૧૧૩
અકાલવ કૃષ્ણ -ઇ.સ. ૫૫૮. એક લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે તેણે કેટલાંક ગામ દાનમાં આપ્યાં હતાં. તે ઉપરથી એમ લાગે છે કે સુરતને ભાગ કર્યાં તે એણે પાછા લીધે અથવા તેા વલ્લભરાયને તામે થઇ નાના પ્રદેશથી સતાષ માન્યે. તેના પછીથી માન્યખેટ (માલખેળ)ના દક્ષિણી રાષ્ટ્રકુટાએ તમામ દક્ષિણ ગુજરાતને કબજો લીધા અને મૂળરાજ સોલંકીના જમાના સુધી તેમની હકૂમત અહી કાયમ રહી. ગુજરાતી રાષ્ટ્રકૂટાની હકૂમત લગભગ ૭૦ વરસ રહી હતી.
<6 વલ્લભરાય ”—દક્ષિણી રાષ્ટ્રકૂટ ખાનદાનના રાજાને આ ઇલ્કાબ છે. તેમનું અસલ પાયતખ્ત નાશિક હતું. જે બદલી તેઓએ માલખેળ રાખ્યું. મૂળ શબ્દનો અપભ્રંશ થઈ તે માલખેળ થઈ ગયું અને અરબ મુસાફરીએ વળી તેનું અરબીરૂપ કરી ‘ માંગીર” બનાવ્યુઃ તે ૧૭–૧૦' ઉત્તર અક્ષાંશ અને ૭૭°−૧૩' પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. આ જગ્યા હાલમાં નિઝામના રાજ્યમાં આવેલી છે. આ શહેર વિશે આરએમાંથી સૌથી પુરાણું મ્યાન “ ઇબ્ન નદીમ ”નું ( હિ. સ. ૨૦૦, ઈ. સ. ૮૮૩) મળે છે, જેના ઉલ્લેખ તેણે પેાતાની કિતાબ “ અલરિસ્ત ’”માં કર્યાં છે. નદીમ જણાવે છે કે યહ્મા ખકીના વખતમાં ( હિ. સ. ૧૭૦ થી હિ. સ. ૧૯૦ ) ઇ. સ. ૭૮ ૬ થી ઇ. સ. ૮૦૫ સુધીમાં એક પ્રતિનિધિ મંડળ ધાર્મિક અને વાક–વષયક સંશોધન માટે હિ ંદુસ્તાન માકલવામાં આવ્યું હતું. તેણે પાછા ફર્યા પછી એક અહેવાલ તૈયાર કર્યાં હતા, જેને સાર યાકૂબ બિન ઈસ્હાક કન્દીએ લખ્યા હતા; તેમાં આ શહેર વિશેના પણુ ઉલ્લેખ છે કે આ શહેર તે છે જેમાં વલ્લભરાય રહે છે; તેની લંબાઈ ૪૦ રસખ ( સાડા ત્રણ માઈલના એક ફરસખ ) છે. લાકડાં અને ઈંટાથી તે બનાવેલું છે. અહીં હજારા અને લાખા હાથી છે. અહી એક મેાટું મંદિર છે, તેમાં બુદ્ધની ૨૦૦૦૦ મૂર્તિઓ છે, જે સેાનું ૧. તારીખે હિદે કદીમ—પૃ. ૬૦૪ પ્રેસ—હૈદ્રાબાદ
८