________________
૧૧૨
ગુજરાતના ઇતિહાસ
વૃદ્ધિ કરી રહ્યો હતા, અને અણહીલવાડના તખ્ત ઉપર તેને કબજો હતા.
ગાવિદઇ. સ. ૮૨૭થી ઇ. સ. ૮૩૩. તેનું બીજું નામ પ્રભૂતવ હતું. એક લેખ ઉપરથી એમ લાગે છે કે તેણે ભરૂચ જિલ્લામાં એક ગામ મદિરને દાનમાં આપ્યું હતું.
ધ્રુવ પહેલા—ઈ. સ. ૮૩૫ થી ઇ. સ. ૮૬૭
એક લેખ ઉપરથી એમ માલૂમ પડે છે કે તેણે ખેારસદના બ્રાહ્મણને દાન આપ્યું હતું. તેના વખતમાં દક્ષિણી રાષ્ટ્રકૂટાએ હુમલા શરૂ કરી દીધા હતા, જેથી સખ્યાબંધ પ્રાંત સ્વતંત્ર થઈ ગયા. ઈ. સ. ૯૧૦ને એક તામ્રલેખ મળ્યા છે જેમાંથી એમ જણાય છે કે વલ્લભરાજે ( અમાધવ દક્ષિણીએ ) થાણાથી માંડી ખંભાત સુધી આગ અને તલવારથી મુલ્કને પાયમાલ કર્યો. આ જ લડાઈમાં ધ્રુવ ધાયલ થઈ મરણ પામ્યા.
અકાલવ—૪. સ. ૮૬૭. તેણે વલ્લભરાય વિરુદ્ધ પોતાની સત્તા કાયમ રાખવાને ક્રેાશિશ કરી, પરંતુ તેમાં તે ફાવ્યે નહિ.
ધ્રુવ બીજો—ઇ. સ. ૮૬૭—ગુજરાતી રાષ્ટ્રકૂટને તે આખરી રાજા હતો. તેણે પોતાનું થાડું ઘણું બળ અજમાવ્યું. પહેલાં તે માહેાંમાંહેના કજિયા ટંટામાં તે સપડાયા, અને તખ્તના કેટલાએક દાવાદારાને મેાતના ઘાટ ઉપર ઊતરવું પડયું. વલ્લભરાય અને ખુદ તેના ભાઈની યુક્તિ પ્રયુક્તિને લઈને ગુજરાએ તેના ઉપર હુમલા ર્યાં. તે પછી નાના ભાઈ ના સામનેા કરવા પડયા. તે શક્યું ન હતું એટલામાં વલભી પછી બળવાન થયેલા મહેરા સાથે તેને લડવું પડયું. તેના ભાઈ ગેવિદે જ્યારે તેને મદદ આપી ત્યારે જ તેણે મહેર લેાકાને હરાવ્યા. ઈ. સ. ૮૬૭ના લેખ ઉપરથી માલૂમ પડે છે કે તેણે એક ગામ દાનમાં આપ્યું હતું. આ સમયે તેનું રાજ્ય મહી નદીથી ભરૂચ સુધી હતું; તે પણ ઇ. સ. ૮૭૧માં વલ્લભરાયે છીનવી લીધું.