________________
૧૧૮ ]
ગુજરાતના ઇતિહાસ
લઈને સાનાનું શહેર કહેવાય છે.૧ ગુજરામાં ભુવડરાજ ચાવડા તેને સમકાલીન હતા.
(૩) ઈંદ્ર ત્રીજો પૃથ્વીવલ્લભ—. સ. ૯૧૪. એ પણ એક બહાદુર રાજા હતા. ઉત્તર હિંદમાં કનેાજ પ``ત વિજય મેળવતા પહેાંચી ગયા. ખભાતના એક લેખ ઉપરથી એમ જણાય છે. હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૯૧૫ માં) અમુલહસન અલીમસઉદી ગુજરાતમાં આવ્યેા હતેા. તે લખે છે કે સિધ અને હિના તમામ રાજાએમાં રાજા વલ્લભરાયની જેમ કાઈ ખીજા રાજમાં મુસલમાનની આટલી આબરૂ સચવાતી ન હતી. આ રાજાના સમયમાં ઇસ્લામ સુરક્ષિત અને આબભેર છે અને તેના મુલ્કમાં મુસલમાનેાની મસ્જિદ અને જામે મસ્જિદ બંધાવવામાં આવી છે, જે હરેક રીતે આબાદ છે. અહીંના રાજા ચાળીસ ચાળીસ પચાસ પચાસ વરસ રાજ્ય કરે છે અને માનવામાં આવે છે કે તેમનું લાંખુ આયુષ તેમના અદલ ઇન્સાફના નતીજા-રૂપે છે. એ પણ જાણવું આવશ્યક છે કે મસઉદી પહેલાં એ રાત્નએ એવા થઇ ગયા હતા કે જેમણે ૬૨ અને ૪૦ વરસ રાજ્ય કર્યું હતું. મસઉદીએ ઘણું કરીને તે ઉપરથી જ આ ધેારણ બાંધ્યું હશે. વળી એમ પણ હોય કે લેાકેામાં આ વાત તે સમયે પ્રચલિત હશે. ત્યારપછી આગળ ચાલતાં તે જણાવે છે કે એ વખતે ખંભાતનેા રાજા, વલ્લભરાયના તાબામાં હતા. તે ઉપરથી એમ જણાય છે કે ખંભાતના રાજા પાસેથી વલ્લભરાયે ખંભાત છીનવી લીધું હતું અને ગુજરાતના રાજા સાથે ઘણીવાર તેને લડવું પડ્યું હતું. એ સમયે ગુજરાતના રાજા વૈરિસિંહ ચાવડા હતા અને હિ. સ. ૩૦૪ (ઈ. સ. ૯૧૬) માં લાર (ભરૂચ) જિલ્લાના ચીમૂર (સીમૂર) શહેરમાં મુંબઈ નજીક તે દાખલ થયા. એ વલ્લભરાયની સલ્તનતમાં આવેલું છે. અહીંના હાલને રાજા જાજ નામથી
૧. અાઈબુલ હિ', પૃ. ૧૩૭, પ્રેસ ૧ ૩૭
૨. મુસદ્દી ભા. ૧, પૃ૦ ૩૮૨, ૩૮૪, પ્રેસ મિસર