________________
૭૮ ]
ગુજરાતના ઇતિહાસ
રાજ્યક્ત્વના નામ સાથે “ શ્રીભટાર્ક તા શબ્દ છે અને એમના પછીના ખેતી સાથે સેનાપતિ” શબ્દ છે. એ ઉપરથી એમ જણાય છે કે આ અને રાજાઓ ઉજ્જૈન (માળવા)ના હાથ નીચે હતા. એ પછી તમામ રાજાઓના નામ સાથે મહારાજા” શબ્દ છે, એ સાબિત કરે છે. હું એ સમયથી એએ ગુજરાતના સ્વતંત્ર રાજ્યર્તા થયા. સામાન્ય રીતે એમના છેલ્લા રાજાએ શીલાદિત્ય કહેવાય છે. ત્યાંસુધીના ગ્રંથૈા, જુદા જુદા સિક્કા અને તામ્રલેખા ઉપરથી માલૂમ પડયું છે કે લગભગ ૧૯ થી ૨૦૧ રાજા થયા હતા. એમની હકૂમત સાધારણ રીતે ત્રણસેા વરસની ગણાય છે. આ સમય મધ્ય કાળની હકૂમતના છે. ત્યારપછી પશુ લાંખા વખત સુધી આ કામની શાખા રાજ્ય કરતી રહી, જે વિશે વિગતવાર ચર્ચા આગળ ઉપર આવશે.
રાજ્યના સંસ્થાપક અને તેનુ નામ
ઉપર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ વંશના અસલ સંસ્થાપક ભટાર્ક છે. જૈન ગ્રંથાથી માલૂમ પડે છે કે આ શહેરનું અસલ નામ “વલભીપુર” હતું. ‘વલભી'ના અર્થ એસરી ઉપરના છાપરાને જે હિસ્સા આગળ વધેલા હાય છે, જેને લીધે વરસાદના તોફાનથી મકાનને નુકસાન પહોંચતું નથી, તે છે. અટકળ કરવામાં આવે છે કે એ દેશમાં આ જાતનાં છાપરાંÀા રિવાજ જારી નહતા, વલભીપુરમાં જ્યારે
આ પ્રકારનાં મકાને અસંખ્ય બનાવવામાં આવ્યાં ત્યારે લેાકાએ તેનું નામ જ “વલભીપુર” રાખ્યું હતું. એ તે લોકોમાં મશહૂર થઈ ગયું.
સ્થાનઃ-વલભીપુરના સ્થાન વિશે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
૧. તારીખેહિના-અકાઉલ્લાઃ પ્રકરણ ગુજરાતી. વલભીપુરના સંબંધમાં સ્નલ ટોડ સાહેબ તેમજ જૈનાએ જે લખ્યું છે તે આધુનિક શેાધનથી ભરોસાપાત્ર ગણાતું નથી; આથી મેં તે છેડી દીધુ છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ઢાકની હકૂમતની મુદ્દત ઈ. સ. ૫૦૯ થી ૧૨૦ આપવામાં આવી છે.