________________
હિંદુઓને સમય
[ ૭ સલ્તનત છીનવી લીધી.
વલભીપુરનું રાજ્ય એ વાત નિર્વિવાદ છે કે યુનાનીઓ પછી ગુપ્ત વંશે ગુજરાત ઉપર પિતાની હકૂમતની જમાવટ કરી. ઈતિહાસ એ પણ સાબિતી આપે છે કે સ્કંદગુપ્તને કબજે ગુજરાત ઉપર ઈ. સ. ૪૭૦ સુધી રહ્યો. ત્યાર પછીની કડી બહારથી તૂટેલી માલુમ પડે છે; પરંતુ આપણે જોઈએ છીએ કે આ જમાનાથી હિંદમાં ગુજરેનું આગમન શરૂ થાય છે. ઉપર મેં જણાવી દીધું છે કે ગુજર કેમ ગુજિસ્તાનથી આવી હતી. એણે સિસ્તાનથી નીકળી હિંદ ઉપર ચડાઈ કરી. એના હુમલા ઈ. સ. ૪૫૦ થી પ૦ પર્યત ચાલુ રહ્યા. પરંતુ હિંદના તાબે કરેલા એમના મુલ્કને ચોક્કસ સમય ઈ. સ. ૪૭૦ હતો. એ વખતથી પિતાની છતોમાં વૃદ્ધિ કરતા રહ્યા. મુલતાન અને સિન્ધ પછી મારવાડથી ગુજરાત, માળવા, અને દક્ષિણ તરફ નીકળી ગયા. ઉત્તર હિંદુસ્તાનને કબજે એ પછી લીધે. બહુધા એનું કારણ એ હતું કે ગુપ્ત અને અન્ય બળવાન વંશો હજુ ત્યાં મોજુદ હતા. આ ગુજરનું પહેલું કેન્દ્ર ભિન્નમાલ હતું. ત્યાંથી ખસી તેઓ ઉજ્જૈન (માળવા) ગયા. એ તેમનું બીજું કેન્દ્ર હતું. ત્યાંથી એમના બે સિપેહસાલાર બે બાજુ ગયા: એક ગુજરાત છતી ભરૂચમાં વસ્યા અને બીજાએ દક્ષિણમાં પહોંચી કલ્યાણ પાયતખ્ત બનાવ્યું. કેટલાક દિન પછી આ કામમાં પ્રથમ જાહેરમાં આવનાર શખ્સ “શ્રીભટાર્ક” હતે. એણે ગુજરાત ઉપર ઈ. સ. પ૦૯ થી પર પર્યત રાજ્ય કર્યું. તેને વલભીપુરના રાજ્ય સ્થાપક ગણવામાં આવે છે.
આધુનિક સંશોધને ઉપરથી માલુમ પડે છે કે એના પ્રથમ ૧. નંદીપુરી (નાંદોદ)ના રાજાએ પોતાને ગુજર કહ્યો છે (ગુજરાતને
પ્રાચીન ઇતિહાસ-“વલભી'નું પ્રક૭).