________________
હિંદુઓને સમય
[૭૫ છે કે “સૌરાષ્ટ્રના ભૂમલીમાં રાજકર્તા રાજા. આ રાજાનો ઈલ્કાબ “પરમ ભટ્ટારક મહારાજાધિરાજ” છે. આથી એમ જણાય છે કે આ મહાન અને સ્વતંત્ર સલતનત હતી. ત્યારપછી દસમી સદીમાં ચુડાસમાઓએ મહેર લેકેને ભૂમલીથી હાંકી કાઢયા ત્યારે તેઓ પોરબંદર ચાલ્યા ગયા. અને ચુડાસમાઓએ જૂનાગઢમાં રાજધાની સ્થાપી. ધોળકામાંથી જે શિલાલેખ મળ્યો છે તે ઉપરથી માલુમ પડે છે કે ચાપ ખાનદાનનો રાજા “ધરણુવરાહ” ઈ. સ. ૯૧૭માં વઢવાણમાં રહેતા હતા. એ ચુડાસમાના રાજા “મહીપાલદેવ"ના તાબામાં હતે. આ ઉપરથી માલૂમ પડે છે કે એ વખતે મહેર લોકોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
ચાલુક્યો : ઈ. સ. ૬૧૦-૭૪૦ આ ખાનદાનને અસલ સ્થાપક દક્ષિણમાં હતો, પરંતુ જ્યારે એની ચડતી થઈ ત્યારે સલ્તનતના બે હિસ્સા થયાઃ એક દક્ષિણને અને બીજે ગુજરાતને. એ વિશે ઉલ્લેખ આવશે. કાંકણ ઉપર ઈ. સ. ૫૦૦ થી ૬૦૦ સુધી મૌર્ય ખાનદાનની હકૂમત રહી. એનું પાયતખ્ત પુરીનગર હતું. ચાલુક્યના એક રાજ્યકર્તા રાજા પુલકેશી બીજાની હકૂમત ઈ. સ. ૬૧૦ થી ૬૪૦ સુધી રહી. તેના એક સરદારે એ મૌને હરાવી પાયતખ્ત છીનવી લીધું. આ બાબત એક શિલાલેખ ઉપરથી મળી આવે છે. એવી રીતે બિજાપુર પાસેના એક ગામમાંથી ઈ. સ. ૬૩૪ને એક શિલાલેખ મળે છે, તે ઉપરથી એમ જણાય છે કે આ રાજા માળવા, લાટ (ભરૂચ) અને ગુજર રાજાને સમ્રાટ હતો; એટલે કે આ સાલમાં એ તમામ એના તાબામાં હતાં.
જયસિંહ વર્મા ચાલુક્ય ખાનદાનને પહેલે ગુજરાતી સ્વતંત્ર રાજા હતા. એ પુલકેશી બીજાને નાનો પુત્ર હતો. એની હકુમત ઇ. સ. ૬૬૬ થી ઈ. સ. ૬૯૩ પર્યત હતી. એમ જણાય છે કે પુલકેશી પછી એને માટે પુત્ર વિકામાદિત્ય તખ્તનશીન થયે,