________________
હિંદુઓના સમય
[ ૧૦૩
તે વખતે ગુજરાતના વાયવ્ય ખૂણામાં વનરાજ ચાવડા રાજ્ય કરતા હતા અને દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ ખાનદાનના કૃષ્ણ (કે ગાવિંદ) (ઇ. સ. ૭૬૫ થી ૭૯૫)ની હકૂમત હતી. કૃષ્ણના એક લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ ખાનદાનના લેાકેાએ બળવા કર્યાં હતા અને કેટલાક શાહઝાદાએ રાજ મેળવવાને કુટુંબકલેશ શરૂ કર્યાં હતા તેથી ત્યાં અશાંતિ ફેલાઈ. આ બળવા સમાવી હકૂમતની લગામ કૃષ્ણને પેાતાના હાથમાં લેવી પડી. ઘણું કરીને આ જ મળવા અને અશાંતિના સમયે અરબ વેપારીઓ લૂંટાયા તેમજ પરેશાન થયા એને બદલેા લેવાને અબ્દુલ મલેકને ફાઝ કાફલા લઈ આવવું પડયું. જેમકે થાડું ઉપર વેપારી અને અંગ્રેજની કામના સંરક્ષણ માટે બ્રિટિશ ગવનમેન્ટે ચીનમાં ફાજી કાલા માલવા પડયા જેથી કરીને આપસના ટંટામાં ગેરમુલ્કા લેાકેાને કાંઈ નુકસાન વેઠવું ન પડે. ગમે તેમ હોય પણ આપણે જોઈએ છીએ કે આ હુમલામાં પણ વલભીપુરના બિલકુલ ઉલ્લેખ નથી. અર ભરૂચ જિલ્લામાં ઊતર્યાં અને ત્યારપછી ત્યાંથી જ પાછા ફર્યા. કેટલાક ગુજરાતી ઇતિહાસામાં જણાવવામાં આવ્યું છે (જે અંગ્રેજી ઇતિહાસામાંથી નકલ કરવામાં આવ્યું છે) કે અરાએ બળદ” ઉપર હુમલા કર્યાં અને બીમારી ફેલાઈ જવાથી પાછા ચાલ્યા ગયા. વળી શંકાને સ્થાન આપવામાં આવે છે કે કદાચ એ ‘બળદ” “અલબ” પણ હાય જે વલભીપુરનું અરબી ભાષાનું રૂપ છે. પરંતુ આ તેમની ગેરસમજ છે. હકીકત એ છે કે અસલ જગ્યા જ્યાં હુમલા થયા હતા તે “ભાળભૂત” છે, જેનું બળદ' કયું અને ગુજરાતી ભૂલથી અલખ’' સમજ્યા. ગુજરાતી ઇતિહાસામાં વલભીપુર વિશે સિક્કા અને તામ્રલેખા ઉપરથી જે આખરી તારીખ બતાવવામાં આવે છે તે ઈ. સ. ૭૬૬ છે. તે પછી વલભીપુર વિશે કર્જી પણ હકીક્ત મળતી નથી,
૧. ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ