________________
હિંદુઓને સમય
[ ૧૦૫ તેને નાશ કરાવ્યો. આ પ્રમાણે હકીકત કહેનારની વાત એટલે અંશે જુદી પડે છે તેના ઉપર દષ્ટિબિંદુ રાખી ફેંસલે કરે ઈતિહાસકાર માટે જો કે બેહદ મુશ્કેલ છે તોય છતાં બહુ જ ગંભીરપણે નજર કરતાં એક વાત તો નકી પત્તો મળી જાય છે કે વલભીપુરનો અંત આપ આપસમાં ધાર્મિક ટંટાથી આવ્યા. જેનો અને બૌદ્ધો વચ્ચેની તકરાર, બૌદ્ધો અને વૈષ્ણવો વચ્ચે ઝગડે, વૈષ્ણવોની જેને તરફ સૂગ આ હકીકત જેનેના અને અન્ય પુસ્તકોના અભ્યાસથી માલૂમ પડી આવે છે. આ એવી અગત્યની બાબત છે કે તેમને વિચારી શકાય જ નહિ. અને ઈતિહાસમાં તેના સંખ્યાબંધ દાખલા ૧ મળી આવે છે. આ પ્રમાણે ઓછીવત્તી પાયમાલી તે માહે માંહેના કજિયા-કંટાથી જ થઈ હશે. હવે જે જૈન સાધુની વાત ઉપર વિચાર કરવામાં આવે. તે માલુમ પડે છે કે કદાચ ભૂકંપથી પણ એનો નાશ થયો હોય. પરંતુ જે “ક” નામના મોદીને કિસ્સો સાચે ગણવામાં આવે તો ફરીથી જેવું પડશે કે ઈ. સ. ૭૭૦ ની આસપાસ કઈ કઈ સલ્તનત વલભીના વંશની સમકાલીન હતી અને કોની કોની સાથે એને અદાવત હતી. આરબોએ ક્યારે અને કયાં હુમલા કર્યા જેમાં વલભીપુરને કંઈ ઉલ્લેખ નથી તે મેં ચોસ, અલબત્ત, આધાર સાથે જણાવી દીધું છે. પાડોશની સલતનત એટલી બળવાન થઈ ગઈ હતી કે વલભીપુર કાયમ રહે એ પણ આશ્ચર્યજનક ગણાય. નીચે વલભીના ખાનદાન અને તેના પાડોશીઓની એક રૂપરેખા હું આપું છું જે જોવાથી વાંચકને ખબર પડશે કે વલભીપુરનો વિનાશ કેવી રીતે થયો હશે :
૧. બગદાદનો વિનાશ પણ માંહોમાંહેના કજિયાટાથી થયો હતો.