________________
હિંદુઆના સમય
[ ૧૦૯
નામનાને ધૂળધાણી કરી નાખી. એ ખાનદાન પરદેશી હતું, ગુજરાતી નહતું, અને આરોનું લશ્કર પણ રાખતું હતું.
અને એ જ સમયે અહીલપાટણના પાયા નાંખવામાં આવ્યા હતા અને વનરાજની ચડતી થતી જતી હતી. આથી કેટલાક એમ ધારે છે કે વનરાજે વલભીપુરને નાશ કર્યો અને તેના કાટમાંથી અણુહીલપાટણ વસાવ્યું. એ પણ સભવિત છે; પરંતુ તમામ આધાર અને પુરાવા ઉપર દૃષ્ટિ નાંખતાં હું એ અભિપ્રાય ઉપર આવું છું. કે રાષ્ટ્રકૂટાએ વલભીને પાયમાલ કર્યુ.
: ૩ :
રાષ્ટ્રકૂટઃ—ઈ. સ. ૭૪૩ થી ઈ. સ. ૭૪, હિં. ૧૨૬ થી હિ. સ. ૩૬૪
ચાલુકય વશના નાશ થયા અને રાષ્ટ્રકૂટ વશ સત્તા ઉપર આવ્યા તેની હકૂમત દક્ષિણથી ઉત્તર હિંદ પયંત ફેલાયેલી હતી. એ ખાનદાનના ઘણા રાજા થઇ ગયા, પરંતુ ખરી વાત એ છે કે તેઓ દક્ષિણના અસલ રહેવાસી હતા અને સત્તા ઉપર આવી ગયા હતા. ૧ તેમણે `વંશી હાવાના દાવા કર્યો હતેા. તેની હકૂમતના જમાનાના ઘણા ઉત્કીલેખેા મળ્યા છે તેમાંના એક ક રાજાના નામથી છે, જેણે એક વિદ્વાન વલ્લભરાજ નામના બ્રાહ્મણને નાગસારિકા (નવસારી) દાનમાં આપ્યું હતું. એ બ્રાહ્મણ ચૌદ વિદ્યા જાણતા હતા. એક બીજા લેખ ઉપરથી માલૂમ પડે છે કે ભદ્રસિદ્ધિ [ખારસદ] ના બ્રાહ્મણને કઇંક દાન આપવામાં આવ્યું હતું. એક લેખ ભૃગુકચ્છ [ભરૂચ]ના છે, જેમાં નમ દા નદીના કિનારે સ્નાન કરતાં તે દાન આપ્યું છે. બહુધા તેમની રાજધાની વડાદરા હતી. એમના ધર્મો વિશે પણ વધુ માહિતી મળતી નથી; પરંતુ કેટલાક ખાત્રીથી માને છે કે તેઓ શિવપંથી હતા.
૧. કદીમ તારીખે હિંદ, પૃ. ૬૫૧, હૈદરાબાદ