________________
૧૦૮]
ગુજરાતને ઇતિહાસ વલભીપુરની એક નાનીસૂની સલ્તનતને નાશ કરવામાં શો વિચાર કરે ? વળી એ જ સમયે વલભીપુરની પડોશમાં આવેલા ખંભાતના રાજાને હરાવી પોતાની સત્તાની જમાવટ કરી પણ હતી.
મારું ધારવું છે કે જે કાકુના કિસ્સામાં સત્ય હોય તો તો એ મોદીએ આ ગોવિંદકે ધ્રુવને બોલાવ્યો હશે. એ લેકે ગુજરાતી નહિ પરંતુ દક્ષિણી હતા, જેમને લૂંટમારના કારણથી ગુજરાતીઓ હંમેશાં ધિક્કારે છે. વળી એ પણ સંભવિત છે કે હુમલા વખતે રાષ્ટ્રકૂટી ફેજમાં અરબ પણ સિપાઈ કે સરદાર તરીકે જોડાયેલા હેય, કારણ કે એ વાત તે નક્કી જ છે કે રાષ્ટ્રકૂટના રાજ્યકર્તાઓ સિંધી અરબના મિત્ર હતા અને તેમની ફેજોમાં અરબાનું પ્રમાણ વધારે હતું. આ કારણથી તેમની ફજેની વ્યવસ્થા બિલકુલ અરબના જેવી જ હતી. અને કદાચ એ જ કારણથી લેકને એ ખ્યાલ આવ્યો હશે કે અરબોએ તેને પાયમાલ કર્યું હતું.
મિ. એદલજી [ગુજરાતનો ઇતિહાસ એંગ્રેજીમાં) જણાવે છે. કે શીલાદિત્ય સાતમાના પુત્ર ગણે ઇ. સ. ૮૦૦ માં ભીલ લોકે પાસેથી ઈડર છીનવી લઈ સલ્તનતની સ્થાપના કરી. તે ઉપરથી માલૂમ પડે છે કે વલભીપુરને નાશ આઠમી સદીની આખરમાં થયો હતે, કારણ કે આ વિનાશ પછી ગુહ નાસી છૂટી ઈડરના પહાડોમાં આશ્રય લેવાને આવ્યો હશે જ્યાં રહી તેણે સલ્તનતની સ્થાપના કરી હતી. મારા આ ખ્યાલને વડોદરાના ઈ. સ. ૮૧૨ માં લખાયેલા ઉત્કીર્ણ લેખથી પ્રોત્સાહન મળે છે, જે રાષ્ટ્રકૂટ ખાનદાનના કર્ક રાજાના જમાનાને છે; જેમાં જણાવવામાં આવ્યું છે કે “થોડા જ સમયમાં વલભીપુરના વંશે પિતાની પુરાણ પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું.” જે ભાવનાથી આ વાક્ય લખવામાં આવ્યું છે તે ઉપરથી સાફ સાફ માલૂમ પડી જાય છે કે રાષ્ટ્રકૂટ ખાનદાને અસલ
૧. સફરનામાએ સુલેમાન બસરી-પ્રેસ પિરિસ. ૨. બહુધા એ પ્રથમ કર્ક હશે જે ગુજરાતી રાષ્ટ્રને બીજો રાજા.