________________
હિંદુઓને સમય
[ ૧૦૭ નકશા ઉપર એક નજર ફેંકવાથી સ્પષ્ટ માલુમ પડી જાય છે કે શીલાદિત્ય છઠ્ઠા અને સાતમાના જમાનામાં વલભીપુર સલતનત કેટલેક અંશે કમજોર થઈ ગઈ હતી અને ખૂબ નાના ઘેરાવામાં તેની હકૂમત રહી હતી, કારણ કે તમામ દક્ષિણ ગુજરાત ઉપર રાષ્ટ્રકૂટોને કબજો હતો. ગુજરાત ઉપરના ઈશાન ખૂણામાં ઈ. સ. ૭૩૭ પર્યત (સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે) કલ્યાણના રાજાની હકૂમત હતી અને ત્યાર પછી ઈ. સ. ૭૩૮ માં મહેર રાજા પરમ ભટારકે મહારાજાધિરાજ નામને કાબ ધારણ કર્યો હશે. એમ જણાય છે કે પરમ ભટારકે સૌરાષ્ટ્રના એક મોટા ભાગને ફત્તેહ કર્યા બાદ એ ખિતાબ ઈખ્તિયાર ર્યો હતો. ત્યાર પછી લગભગ ઈ. સ. ૭૪૦ અને ૭૪૬ દરમ્યાન વનરાજે અણહીલવાડની મશહૂર સલ્તનતની સ્થાપના કરી અને ઈ. સ. ૮૦૬ પર્યત સલ્તનત વિસ્તૃત કરવામાં મચ્યો રહ્યો. આથી ઈ. સ. ૭૭૦ પર્યત ખાસ કરીને બે વૃદ્ધિ પામતી સત્તાઓ વલભીપુરની આસપાસ આપણે જોઈએ છીએ; તેમાંનો એક વનરાજ ચાવડે છે અને બીજી સત્તા રાષ્ટ્રકૂટની, જેઓ દક્ષિણમાંથી વિજેતા તરીકે ગુજરાતમાં દાખલ થયા અને બે ગુજરાતી સલતનતોના દીવા બુઝાવી નાખ્યાઃ એક તો નવસારીને ગુજરાતી ચાલુકય જેનો આખરી રાજા પુલકેશી જનાશ્રય ઉફે વિજયરાજ હત; બીજી ભરૂચની સતનત જેનો આખરી રાજા જ્યભટ્ટ હતો. આ બંને રાજ્ય ઈ. સ. ૭૫૩ સુધીમાં તારાજ થઈ ગયાં હતાં. તે પછી તુરત જ રાષ્ટ્રકૂટ ખાનદાનના ત્રણ મહાન મહારાજાઓને સલ્તનતની લગામ હાથમાં લેતાં હું જોઉં છું. તેમને પહલે કૃષ્ણ (ઈ. સ. ૭૬૫) જેણે તમામ આંતરિક ઝગડા દબાવી સલ્તનતનું હરેક રીતે સરંક્ષણ કર્યું. તેના પછી ગોવિંદ બીજે અને તેના પછી ધ્રુવ (ઈ. સ. ૭૮૦) હતો. તે અતિ બહાદુર હતો અને ઠેઠ અલહાબાદ સુધી લડત લડતો નીકળી ગયો હતો. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે સલતનત વિસ્તૃત કરતો જે શમ્સ અલ્હાબાદ પર્યત જાય છે તે