________________
૧૦૨
ગુજરાતના ઇતિહાસ
હતાં. વલભીપુરમાં શીલાદિત્ય ૬ઠ્ઠો ( ઇ. સ. ૭૬૦ ) માજીદ હતા. ત્યારપછી પણ શીલાદિત્ય સાતમાને (ઇ. સ. ૭૫૬) તે જ વલભીપુરમાં રાજ્ય કરતા આપણે જોઇએ છીએ. આથી એમ તો નક્કી થઇ ગયું કે વલભીપુરને આ હુમલાથી કઈ નુકસાન પહોંચ્યું નહિ પરંતુ કંઈ નુકસાન થયું તે રાષ્ટ્રકૂટને થયું. મારું પોતાનું માનવું છે કે આ હુમલા ફક્ત ચેતવણીરૂપે હતા. એ ભરૂચના કાંઠાના વેપારીઓની ફરિયાદને લઈને કરવામાં આવ્યા હતા, કારણ કે નવી હકૂમતે વેપારીઓ સાથેનું લાંખી મુદતથી ચાલી આવેલું વન જારી રાખ્યું નહિ હાય. ગાંધારમાં રહ્યા તે વખતે હકૂમત અને અમે વચ્ચે કજિયાના નિકાલ થઇ ગયા ત્યારે તેએ પાછા ચાલ્યા ગયા તે પછી લગભગ વીસ વર્ષ પ``ત અરબ વેપારીઓને અહીંની હકૂમત સાથે કાઇપણ ફરિયાદને સમય આવ્યો નહિ. આથી અરબસ્તાન અને ગુજરાતના સબધા કાઈપણ રીતે બગડવાના પત્તો મળતા નથી. અલબત્ત ખલીફા મહદી અબ્બાસીના જમાનામાં અબ્દુલ મલેક (હિ. સ. ૧૫૯-૪. સ. ૭૭૫ ) ફરીથી ગુજરાત ઉપર હુમલા કરવાની તૈયારી શરૂ કરી. તે સમયે તે એક મહાન દરિયાઇ કાફલો લઈ રવાના થયા અને હિ. સ. ૧૬૦ (ઇ. સ. ૭૭૬)માં ભાળભૂત પહોંચ્યા. “ભાળભૂત” ભરૂચથી સાત માઈલ ઉપર પશ્ચિમમાં એક કાચું બંદર હતું, જ્યાં જહાઝો સમુદ્રની ભરતીઓટ સાથે આવતાં જતાં હતાં. અબ્દુલ મલેક આ બંદર ઉપર કબજો કરી કેટલાક વખત ત્યાં રહ્યો. અહીં લગભગ અઢાર વર્ષને અંતરે એક મેળા ભરાયા કરતા હતા. મેાસમની અસર તેમજ લેાકાની ડને લઈને સાધારણ રીતે રાગ ફેલાઇ જતા હતા. કર્મ×સ જોગે આ વખતે પણ તેમજ બન્યું. અરબ ફેજમાં એ બીમારી જોસભર ફેલાઇ ગઇ અને એક હજાર આદમી માર્યા ગયાં, અને ત્યાં ને ત્યાં જ તેમને દફન કરવામાં આવ્યા. આથી વહેલી તકે તેઓ ત્યાંથી પાછા ગયા.
૧. ઇબ્ન ખલ્કુન, પૃ. ૩૫૯, ભા. ૬, અલ્હાબાદ પ્રેસ