________________
૧૦૦ ]
ગુજરાતના ઇતિહાસ
હતી કે જરૂર અરખા તેને યાદ કરત. અમી તારીખેામાં નાનીસૂની જગ્યાએનાં નામેા પણ આપવામાં આવ્યાં છે. વલભીપુર જે એક માટું દોલતમંદ શહેર હતું તે તેઓ કેવી રીતે ભૂલી જાય? આપણે જોઈએ છીએ કે તે પછી પણ છઠ્ઠા શીલાદિત્ય અને સાતમા શીલાદિત્યે વલભીપુરમાં રાજ્ય કર્યું હતું. ચાલુક્ય રાજાના જમાનાના નવસારીથી એક લેખ મળ્યા છે તેનાથી મારી આ વાતને સમન મળે છે. જેમકે પુલકેશી જનાશ્રયના જમાનાના લેખ છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે અરબ લશ્કરે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવડા, મરુ ( મારવાડ ) ભિન્નમાલની સલ્તનતને હેરાન કરી હતી. આ લેખ ઈ. સ. ૭૩૮૩૯ ( પુલકેશીના જમાના) તા છે,૧ એટલે કે અસલ બનાવથી દસબાર સાલ બાદતા છે. જુએ, આમાં પણ ચાવડા, મરુ અને ભિન્નમાલના ઉલ્લેખ છે, પરંતુ વલભી વિશે કષ્ટ નથી. સૌરાષ્ટ્રને ઉલ્લેખ છે પરંતુ તેનેા અર્થાં વલભીરાજ થતા નથી, કારણ કે વલભી કંઈ અજ્ઞાત જગ્યા ન હતી કે તેની જગ્યાએ કાઈ મદૂર જગ્યા સૌરાષ્ટ્રના નામથી લખવામાં આવે.
ગુજરાતી દૃષ્ટિમ'દુથી આ હુમલાની અસરઃ—
જ્યારે કાઈ લશ્કર એક મુલ્ક ઉપર હુમલા કરે ત્યારે તે મુલ્કમાં અશાંતિનું વાતાવરણ ફેલાઈ જાય જ છે, રૈયત હેરાન થઈ જાય છે, માતૃભૂમિનાં હજારો ફરો તરવારના ભાગ થાય છે. અરખાના હુમલા વખતે પણુ આ બધું બન્યું હશે. પરંતુ ધ્યાનપૂર્વક જોતાં એ હુમલાથી મુલ્કને ફાયદા પણ થયેલા જણાય છે. પ્રથમ એ કે પંચાસરની સાલક તાકત ફના થઈ જવાથી ચાવડા ખાનદાનને પેાતાના બાપદાદા તરફથી પર પરાએ ચાલી આવતી સલ્તનતને કબજો મેળવવાના માક્કો મળ્યા; આપણે જોઈએ છીએ કે થેાડા જ દિવસ આદ વનરાજ ચાવડાએ એક મજબૂત સલ્તનતના પાયા નાખ્યા.
૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ
.