________________
૯૮]
ગુજરાતને ઈતિહાસ હતી અને એના ડરથી ચાવડા ખાનદાનને યુવાન રાજકુંવર (કુમાર વનરાજ) જંગલમાં છુપાતો ફરતો હતો તેમજ લૂટમારમાં મશગૂલ હતો. - હવે જુનેદે જીતેલા મુલકે ફરીથી જોઈએ. તેમાંથી એક જગ્યા “મરમદ ” અને બીજી “બહેરીમંદ” છે. એમનાં અસલ નામોનો ચોક્કસ પત્તો નથી, તેમ છતાં એ કયાં આવેલ તેની સંભાવના થઈ શકે છે. જુનૈદ જ્યારે સિંધથી નીકળ્યો ત્યારે પ્રથમ તે “મરમદ” માં આવ્યો અને ત્યારપછી વિરમગામ પાસે આવેલા માંડલમાં આવ્યો. હવે નકશા ઉપર નજર કરવાથી એમ માલૂમ પડે છે કે “મરમદ” ઘણું કરીને નાના રણ પાસે એક જગ્યા છે. ત્યાં આરામ લેવાને અરબેએ પહેલે પડાવ નાખ્યો હતો. એ મારવાડનો ભાગ હતે. ઉજ્જૈન (માળવા)થી નીકળી “બહેરીમંદ થઈ ભિન્નમાલ પહોંચ્યો. આ ઉપરથી માલુમ પડે છે કે “બહેરીમંદ” માળવા એ ભન્નમાલ વચ્ચે છે. -
જુનેદના હુમલાનું કારણ આ જમાનાના રાજકીય બનાવ તરફ એક નજર ફેંકવાથી સાફ સાફ માલૂમ પડી જાય છે કે, જો કે ગુજરાતમાં અલગ અલગ હકૂમત હતી, પરંતુ તે સમયે તે તમામ ઉપર દક્ષિણ સેલંકીની શહેનશાહત હતી, જેની સરહદો સિંધને મળતી હતી. સોલંકી ખાનદાન ઉન્નતિના શિખર ઉપર હતું તેથી હરેકને એને ડર હતા. ભરૂચના ગુજર અને દક્ષિણ ગુજરાતના ચાલુક્ય તેના તાબામાં હતા. સિંધ અને ગુજરાતની સરહદો જોડાયેલી હતી, તેથી સંભવિત છે કે કંઈ સરહદી કજિયાથી તેની શરૂઆત થઈ હશે અને આખરે લડાઈનું સ્વરૂપ પકડ્યું હશે; જેમકે ખુદ સિંધના રાજાઓ સાથે આ જાતને મામલો ઊભો થયો હતો.૧
૧. તારીખે હિંદ, ભા. ૧, પૃ. ૬૫૧, હૈદરાબાદ