________________
હિંદુઓને સમય
[૯૭
ચાલુક્યમાંથી મંગલરાજ (ઈ. સ. ૭૩૧)નું રાજ હતું, મોહમ્મદ કાસિમના ગયા પછી જે હાકેમ આવ્યા તે પણ પેલાઓની માફક આંતરવિગ્રહમાં એટલા રચ્યાપચ્યા રહ્યા, કે તેઓ ભિન્નમાલ તેમજ સિંધને પણ સંભાળી ન શક્યા અને સિંધના ઘણા જિલ્લા અરબોના હાથમાંથી જતા રહ્યા, હિ. સ. ૧૦૭ (ઈ. સ. ૭૨૬ ). જુનૈદ સિંધના સૂબા તરીકે આવ્યા. સિંધની વ્યવસ્થા કર્યા બાદ તેણે પોતાના હાથ નીચેના અમલદારોને ગુજરાત ઉપર હુમલો કરવાને રવાના કર્યો. નાનું રણ વટાવી તેઓ પહેલાં મારવાડમાં આવ્યા, ત્યાંથી માંડલ (વીરમગામ પાસે) પહોંચ્યા, અને ત્યાંથી નીકળી ધિણેજ આગળ મુકામ કર્યો. (તે રાધનપુર અને પંચાસર પાસે છે. આજકાલ ત્યાં એક નાનું સરખું ગામ રહી ગયું છે.) ત્યાંથી સીધા જઈ ભરૂચ ઉપર હુમલો કર્યો. ભરૂચથી હબીબ નામના એક સરદારે માળવા (ઉજજેન) ને સીધે રસ્તો લીધો. તે છતી “બહેરીનંદ” અને ત્યારપછી ભિન્નમાલ જઈ ગુજરોને હરાવતો તે સિંધ પાકો ચાલ્યો ગયો. તે વખતે વલભીપુરના તખ્ત ઉપર શીલાદિત્ય પાંચમો (ઈ. સ. ૭૦૦ થી ૭૩૫) રાજ્ય કરતો હતો. દક્ષિણ ગુજરાતમાં ચાલુકય વંશનો ત્રીજો રાજા મંગલરાજ ( ઈ. સ. ૭૩૧ ) રાજ્ય કરતો હતો અને દક્ષિણમાં એક નવી જ સત્તા પેદા થઈ ચૂકી હતી, જેણે કલ્યાણ (દક્ષિણ)થી માંડી તમામ દક્ષિણ તેમજ વાયવ્ય ખૂણો (પંચાસર) વટાવી સૌરાષ્ટ્રના એક મોટા હિસ્સા ઉપર ફતેહનો ઝંડો ફરકાવ્યો હતો, અને કચ્છ પણ તેણે પિતાના તાબામાં લઈ લીધું હતું. એ ચાલુક્ય વંશ સોલંકીની શાખા હતી અને “ભુવડ” આ સમયે મહારાજા હતા. ભુવડે જ પંચાસરની ચાવડા સલ્તનતને નાશ કર્યો હતો અને પચાસ સાલ પર્યત તેના ઉપર પોતાનો કાબુ રાખે હતિ (અથવા તે તેના વારસે તેને કબજે સાચવી રાખે
૧. બલાઝારી–ફહે સિંધ (પ્રેસ) મિસર.