________________
હિંદુઓનો સમય
| [ ૯૫ જોતો રહ્યો અને ઠંડી થયા બાદ જુએ છે તે તે બંને સોનાનાં થઈ ગયાં હતાં. તેણે પિતાના કૂતરાને લઈ લીધો, અને આદમીને ત્યાં જ રહેવા દીધો; કાર્યસંગે એક ગામડિયો ત્યાંથી પસાર થયે, તેણે તેની એક આંગળી કાપી લીધી અને એક વાણિયો જેનું નામ “ક” હતું તેની પાસે જઇ તે વેચી મારી. ત્યારપછી પિતાને જરૂરી ચીજો ખરીદી તે પાછો આવ્યો. બીજે દિવસે જ્યારે તે ફરીથી ત્યાં પહોંચ્યો ત્યારે તે આદમીની આંગળી હતી તેવી થયેલી તેને માલુમ પડી, તેણે ફરીથી કાપી લઈ મજકુર વાણિયાને આપી જરૂરી ચીજો ખરીદી લીધી. આ પ્રમાણે તે હરરેજ કરતો હતો. આખરે વાણિયાને ખરી વસ્તુસ્થિતિની ખબર પડી. અને પેલા ગામડિયાએ પણ તેને ખુલ્લા દિલથી અસલ હકીકત કહી સંભળાવી. મોદી પેલા સોનાના આદમીને પોતાને ઘેર લઈ ગયો અને અતિ દોલતમંદ થઈ ગયે. શહેરનાં મકાનો મોટો ભાગ તેની માલિકીમાં આવી ગયે. જ્યારે તેની દોલતમંદીની ખબર રાજાને કાને પહોંચી ત્યારે તેણે પેલા મોદી પાસે તે ધનની માગણી કરી. વાણિયાએ ઈન્કાર કર્યો, પરંતુ તેને ડર લાગ્યો કે રખેને રાજા મોક્કો દેખી વેર લે. તેથી મજૂરા (સિંધનું પાયતખ્ત જે વેરાન થઈ ગયું હતું તે)ના પાદશાહ પાસેથી તેણે સહાય માગી અને પુષ્કળ ધનને ભોગે દરિયાઈ કાફલાની માગણી કરી. આથી મસૂરાથી દરિયાઈ બેળો આવ્યો, અને રાત્રિને સમયે હુમલો કર્યો. જેમાં વલભી રાજા માર્યો ગયો, શહેર લૂંટાઈ ગયું અને યતની ખાનાખરાબી થઈ ગઈ.” ૧
આ ઉલ્લેખને લગતી નીચે પ્રમાણે હકીકતે ધ્યાન ખેંચે તેવી છે. બીરૂનીએ આ દંતકથાની શરૂઆત એવી રીતે કરી કે “લોકે કહે છે. આ ઉપરથી ચોક્કસ રીતે માલૂમ પડી ગયું કે ખુદ તેને પણ તે ઉપર શ્રદ્ધા નથી. અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી ને સોનું બનાવ
૧. કિતાબે હિંદ અલ્બરૂની, પૃ૦ ૯૪-યુરો૫. ઘણું કરીને બીરૂનીનો એ કિસ્સો “પ્રબંધ ચિંતામણિ” સાથે મળતે છે.