________________
હિંદુઓને સમય
[૯૩ પહોંચ્યો ત્યારે તેની સ્ત્રીએ પાછું ફરી જાયું, અને તે પથ્થરની થઈ ગઈ. લેકાએ તેનું નામ “રૂદાપુરી માતા” રાખ્યું. સાધુએ ત્યાં કાણિયાનું એક વાસણ લઈ ઊંધું વાળી દીધું અને કહ્યું કે શહેર આ રીતે ઊંધું વળી જશે અને તેની લત ધૂળ થઈ જશે. તે જ સમયે વલભીપુરને નાશ કર્યો.
આ કહાણીમાંથી નીચેની હકીકત માલુમ પડી આવે છે :
(૧) જૈન ખ્યાન કરનારે આ ચમત્કાર એવી સુંદર રીતે વર્ણવ્યો છે કે તે ઉપરથી સાફ માલુમ પડી જાય છે, કે આ સાધુ જેન હતો. (૨) વલભીપુરની વસ્તીમાં બૌદ્ધધમી એનું પ્રમાણ વધારે હતું, કારણ કે આ સમયથી તે મુસલમાનના જમાના પર્યત સિંધ અને ગુજરાતની મોટી આબાદી બૌદ્ધ હોવાની સાબિતી અરબી મુસાફરોનાં સફરનામાંઓમાંથી માલુમ પડે છે. (૩) બૌદ્ધ અને જેને લોકો વચ્ચે સખત અદાવત હતી અને એકબીજા સાથે ધર્મયુદ્ધ ચાલ્યા કરતું હતું, કારણ કે વલભીના લેકે માલદાર અને દાનવીર હતા. બિલકુલ અસંભવિત છે કે એક સાધુ આવી રીતે અનાજ પાણી વગર ત્યાં રહે, લેકે પાસે ભિક્ષા માગે અને એક ટંકનું ખાવાનું પણ ન મળે. આ બનાવ ફક્ત એક જ સંજોગમાં બની શકે કે સાધુ જૈન હોય અને વલભીપુરમાં બૌદ્ધધર્મી લોકોનું જેન તરફ વર્તન ખરાબ હેય. (૪) આ કુંભાર બહુધા નીચ વનો હશે. (૫) જે જગ્યા ઉપર એ રહેતો હતો તે વલભીપુરની કોઈ સીમા પર મહેલ્લે કે નજીકનું ગામ હશે. (૬) ઘણું કરીને આ મહેલ્લા કે ગામનું નામ “રૂદાપુર” હશે.
હવે બીજી દંતકથા જોઈએ, જે સામાન્ય ઈતિહાસ (ગુજરાતી) માં મળે છે અને લગભગ હરેક હિંદુ ગ્રંથકારે એને ઉલ્લેખ કર્યો છે. વલભીપુરમાં કાક નામે એક દોલતમંદ શમ્સ રહેતો હતો. આ શહેરનાં મોટાં મોટાં મકાને તેની માલિકીનાં હતાં. તેની દીકરી પાસે હીરાની ( હીરાજડિત) કાંસકી હતી. રાજાની કુંવરીને જ્યારે આ