________________
૯૪]
ગુજરાતને ઈતિહાસ વાતની ખબર પડી ત્યારે તે લેવાનું તેને મન થયું, પરંતુ કાકુની છોકરીએ તે આપવાને ઇન્કાર કર્યો, આથી રાજકુંવરીને સખત માઠું લાગ્યું અને તેણીએ તેના પિતા આગળ એ વાતની ફરિયાદ કરી. ખુદ રાજાએ કાકુ પાસેથી તેની માગણી કરી, પરંતુ તેણે પણ આપવાની સાફ ના પાડી. આથી રાજા ક્રોધે ભરાયો અને તેણે સિપાઈ મોકલી બળાત્કારે છીનવી લીધી. કાકુ આ અપમાન સહન કરી શક્યો નહિ અને આ જુલ્મને બદલે લેવાને તેણે પાકે ઈરાદે કર્યો ને એક મોટી રકમ નજરાણામાં આપી પરદેશી લશ્કર લઈ આવ્યા. આ પરદેશી લશ્કરે વલભીપુરમાં લૂંટ ચલાવી રાજને ખેદાનમેદાન કરી નાખ્યું.
બહુધા આ કાકુ બૌદ્ધધર્મી હતા, કારણ કે એ મુલ્કમાં મહાન વેપારીઓ તથા તવંગર લેકે બૌદ્ધપંથી હતા. અને ઘણું કરીને વલભીપુરના આખરી શિલાદિત્ય રાજાઓ બૌદ્ધપથી નહતા. આથી સંભવિત છે કે આ કિસ્સામાં પણ ધાર્મિક ભાવના કામ કરી રહી હેય. અબુરહાન બનીએ તેની કિતાબમાં આ બાબતમાં જે કંઈ કહ્યું છે તે નીચે પ્રમાણે છે :
લેકે કહે છે કે એક આદમી જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી, (અને જે ઘણું કરીને બૌદ્ધધર્મી હત) તેણે કેટલાક રબારીઓને પૂછયું: તમે તેવળ નામની એક બુટ્ટી જોઈ છે? તેને પારખવાની નિશાની એ છે કે જ્યારે એને તેડવામાં આવે ત્યારે સફેદ દૂધને બદલે લેહી બહાર નીકળે છે.”
તેણે જવાબ આપ્યો કે હા, જોઈ છે. તે આદમીએ પેલા રબારીને ઈનામ આપ્યું, એટલે તેણે તેને જડીબુટ્ટી બતાવી દીધી. ત્યાર પછી પેલા માણસે એક ખાડો ખોદી આગ સળગાવી. અને જ્યારે તે બરાબર જલેદ થઈ ત્યારે તેણે રબારીના કૂતરાને આગમાં ફેંકી દીધું. આથી રબારી ધાયમાન થયો અને તેણે પેલા આદમીને પકડી આગમાં ધકેલી મૂક્યો. આગ બુઝાઈ ગઈ ત્યાં સુધી તે ત્યાં