________________
૯૦]
ગુજરાતનો ઇતિહાસ ગુજર રજા ત્રીજા દ૬ ભદે (ઈ. સ. ૬૭૫) કેવી રીતે બ્રાહ્મણે ગુજરને ક્ષત્રિય રાજપૂત મનાવી તેમની વંશાવળી તેમની સાથે મેળવી સનંદ આપતા તેમજ તેણે પિતે કેવી રીતે તેમના ઉપર રાજ્ય કર્યું, તે હકીક્ત જણાવી છે. ટૂંકમાં જે લેકેએ તે જમાનામાં ધમતર કરી બ્રાહ્મણને સાથ લીધે તેઓ રજપૂત ગણાવા લાગ્યા અને જેઓ બ્રાહ્મણોથી અલગ રહ્યા તેઓ આજ પર્યત ગુજરે કહેવાય છે. ગુજરાત અને પંજાબમાં અદ્યાપિ પણ એ લેકને એ નામથી ઓળખવામાં આવે છે. ગુહસેનની પહેલાં ભટાર્ક ખાનદાન આ જ ધર્મ માનતું હતું, પરંતુ ઈતિહાસકાર એક મતે માને છે કે ગુહસેન બૌદ્ધધમી હતો. બે તામ્રપત્ર ઉપર શિવધર્મી રાજાઓ જે શિરે નામ રાખતા હતા તે તેના નામ સાથે વાપરવામાં આવ્યું છે અને આખરી ઉપર જે ખિતાબ બૌદ્ધધર્મીઓ વાપરતા હતા તે લખવામાં આવ્યો છે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે શરૂઆતમાં તે પિતાના બાપદાદાના ધર્મને વળગી રહ્યો હશે.
પરંતુ બૌદ્ધધર્મીઓએ (જેઓ શરૂઆતથી જ ધર્મપરિવર્તનની કોશિશ કરતા રહ્યા હશે) તેના ઉપર એવો તો પ્રભાવ પાડ્યો કે આખરે બૌદ્ધધર્મી થઈ ગયે. બહુધા મહેલમાં પણ ઘણીખરી સ્ત્રીઓ બૌદ્ધધર્મને માનતી હતી, જેમકે ગુહસેનની ફેઈની છોકરી પણ બૌદ્ધ ધર્મને માનતી હતી. તેણે સંખ્યાબંધ બૌદ્ધ મઠ બંધાવ્યા અને ઘણું જ દાન કર્યું.
રેમના કેસમાં ખ્રિસ્તી ધર્મ માટે અને ચંગીઝખાનના કુટુંબમાં ઈસ્લામ ધર્મ માટે જેટલી રસાકસી થઈ તેટલી જ એ ખાનદાનમાં તે પછીથી ધર્મ માટે થઈ. પરિણામે કેટલાક શિવમ થયા, કેટલાક બૌદ્ધધર્મી અને કેટલાક જૈનધમી થયા. વલભીના રાજાઓ શિવધર્મી હોય કે બૌદ્ધધમ, પરંતુ તેઓ ઘણું ઉદાર હતા. તેમણે બ્રાહ્મણે તેમજ બૌદ્ધોમાં સરખી રીતે દાન કર્યું. એમાંથી જે લેકે (રાજા) શિવમાગી હતા, તેઓ વિશેષે “લકુલીશ” સંપ્ર