________________
૭૪]
ગુજરાતને ઇતિહાસ
ગુખે ઈ. સ. ૪૭૦ સુધી ગુજરાત ઉપર હકુમત કરી. ત્યારપછી બુધગુપ્ત (ઈ. સ. ૪૮૪–૪૯૯) થી માંડી વલભીપુરના ભટાર્ક (ઈ. સ. ૫૧૪) પર્યત ગુજરાત ઉપર કેને કેને કબજો રહ્યો એ વિશેની કંઈ સાચી વાત માલુમ પડતી નથી. તેથી એમ ધારવામાં આવે છે કે ગુપ્ત વંશને હરાવી “મહેર” લેકેએ સૌરાષ્ટ્રના ઉત્તર તરફના ભાગને કબજો લીધો હશે, કારણ કે વલભીપુરનાં તામ્રપત્રોમાં જણાવવામાં આવે છે કે આ મહેર લેકેને હરાવવામાં આવ્યા હતા. મહેર હજુ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે. જાણીતી વાત છે કે પિરબંદરને રણે આ જ વંશનો છે. એ માનવામાં આવે છે કે પહેલાં મહેર લેકેએ સૌરાષ્ટ્રમાં હકૂમત સ્થાપી, તે પછી ભટાર્ક માળવાથી ભરૂચ સુધીના ભાગ ઉપર ફતેહ મેળવી અને સમુદ્ર ઓળંગી સૌરાષ્ટ્રમાં આવ્યો. તેણે એક કેન્દ્ર સ્થળ નક્કી કરવાના ખ્યાલથી વલભીપુરનું બંદર પસંદ કર્યું. અને ત્યાર પછી ધીમે ધીમે પિતાના તાબાના દેશને વધારતે રહ્યો. આ કારણથી મહેર લોકો હતા ગયા, આખરે મોરબીમાં આવી પોતાની વસ્તી કાયમ કરી. સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગ હાલાર અને ઓખામંડળમાંથી વલભીપુરના રાજાઓને એક પણ ઉત્કીર્ણ લેખ મળ્યો નથી, તેથી એમ જણાય છે કે આ જગ્યાઓ ઉપર મહેર લેકને કબજે હશે. અને ત્યારપછી વલભીપુરના નાશ બાદ કેટલાક ભાગ ઉપર ફરીથી પોતાનો કબજે કર્યો હશે અને નાની નાની જુદી જુદી હકૂમતો સ્થાપિત થઈ હશે, જે લાંબા સમય પર્યત રહી. ઈ. સ. ૮૬૭ના રાષ્ટ્રકૂટ રાજા વના જમાનાને એક લેખ મળ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે મહેરના બળવાન રાજાએ હુમલો કર્યો હતો અને એને હરાવવામાં આવ્યો હતો. ભૂમલી અને ઘુમલી બરડાના પહાડમાં એનું પાયતખ્ત હતું. મોરબીનું એક તામ્રપત્ર જાઈદેવ રાજાનું મળ્યું છે તેમાં આ સલતનતનું નિશાન “ભાછલીનું છે. ઘણું કરીને એ ઈ. સ. ૯૦૪નું છે. બીજું તામ્રપત્ર રાજા જાદેવનું” માછલીના નિશાનવાળું મળ્યું છે તેમાં લખ્યું