________________
૭૨]
ગુજરાતનો ઇતિહાસ
પૂર્વે ૧૫૦) જૂનાગઢ અને ભરૂચ ઉપર રાજ્ય કરતા હતા–આ બંને શહેરમાં તેમના પુષ્કળ સિક્કા મળ્યા છે. ત્યાર પછી ક્ષત્રપ વંશે અહીં હકૂમત કરી. ત્યાર પછી હિંદુસ્તાનના પ્રખ્યાત બળવાન “ગુપ્ત” ખાનદાને રાજ્ય કર્યું. સિક્કા અને શિલાલેખો ઉપરથી આ વંશને ઈતિહાસ સારી રીતે નક્કી થઈ ગયો છે.
ત્રક વંશ –ઈ. સ. પૂર્વે જે વંશએ ગુજરાતમાં રાજ્ય કર્યું તે વિશે ઉપર લખવામાં આવ્યું છે. ઈ. સનની શરૂઆત પછી જે વંશોએ હકૂમત કરી તેમાં એક ત્રિકૂટક વંશ મળે છે. આ વંશે ગુજરાતમાં ઈ. સ. ૨૫૦ થી ૪૫૦ સુધી રાજ્ય કર્યું ક્ષત્રપ વંશના આખરી રાજ્યકર્તાઓને દબાવી સૌરાષ્ટ્ર સુધી પિતાનું રાજ્ય વધાર્યું. તેમની રાજધાની “ભરૂચ” કે “નાદેદ”માં હતી. એમાંના મશહૂર રાજા ઇન્દ્રદત અને દહસેન છે. આ ઉપરાંત એમના વિશે કંઈ બીજું મળતું નથી અને સુરત જિલ્લામાં વલસાડ નજીક આવેલી પારડીમાંથી સિક્કા અને તામ્રપટ મળ્યાં છે તે ઉપરથી જ આ હકીકત માલૂમ પડે છે.
ગુજર પ્રજા–એમ માલુમ પડી આવ્યું છે કે ત્યારપછી ૫૦ વરસ સુધી ગુજરાતમાં ઘણા રાજાઓ થયા, અને મોટી સલ્તનત તૂટી નાની નાની રિયાસતો ઊભી થઈ હરેક ભાગ ઉપર એક ખુદમુખત્યાર રાજા થયા. પાંચમી સદીમાં ગુજર કામ હિંદુસ્તાનમાં આવી. અસલ આ કોમ ગુર્નિસ્તાનમાં રહેતી હતી. એ પ્રદેશ હાલમાં ગુબ્રિસ્તાન કે જિયા નામે ઓળખાય છે. આ લોકોએ ઈરાનમાં થઈને ચડાઈ કરી ત્યારે પ્રથમ તેમણે પંજાબ અને સિંધનો કબજો લીધો ત્યારપછી રજપુતાના, મારવાડ અને માળવામાં થઈ ગુજરાત, પૂના અને દક્ષિણના બીજા લિાકામાં પોતાની ઝબરદસ્ત સલ્તનત - ૧. મિરાતે મેહન્દી, પૃ. ૧૦