________________
ગુજરાતનો ઈતિહાસ કેટલીક રાણી અને માલ અને સરંજામ પણ લૂંટી લીધાં. (પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૪)
મૌર્ય વંશ—એના પછી સૈકાઓ બાદ મૌર્યવંશ થયે. એની રાજધાની મગધદેશ (બિહાર)માં પાટલિપુત્ર (પટણા) શહેરમાં હતી. તેણે ગુજરાતનો કબજો લઈ લીધો હતો. આ લેકે શાને-સૌકતવાળા તેમજ વિદ્યાના શોખીન હતા. અશેક આ જ વંશને હતે. એને એના ધર્મ (બાહ)ના પ્રચારને ખાસ શોખ હતો. ગિરનાર પહાડ ઉપર એને એક શિલાલેખ મળે છે, જે હાલમાં પણ મોજુદ છે. અને સારા ગુજરાતમાં અશોકને આ શિલાલેખ સહુથી પ્રાચીન છે.
ગિરનારમાંથી એક બીજો શિલાલેખ ની છે, જેમાં લખવામાં આવ્યું છે કે પ્રથમ ચંદ્રગુપ્તના સૂબેદારે બંધ બાંધી આ જગ્યાના સરોવરનું પાણી રેડ્યું. પરંતુ ખરેખર અશોકના વખતમાં એનું કામ પૂરું કરવામાં આવ્યું. ચાર વરસ પછી તેફાનને લઈને આ બંધ તૂટી ગયો. ઈ. સ. ૧૫૦માં શક જાતના સૂબેદારે તેની મરામત કરાવી. તે ઉપરથી બે વાત મળી આવે છે: એક તે એ કે આ સૂબો સંપૂર્ણ રીતે કાયદેસર અશોકના હાથ નીચે હતો અને સૂબેદારને રેયતનાં સુખ સહુલત વિશે ધ્યાન હતું.
અશોકનાં ૧૪ શાસને ઈ. સ. પૂર્વે ૨૫૧
૧૨ વેંત ઊંચાઈ અને ૭૫ વંત ક્ષેત્રફળ. ગાંધારી જેવી માગધી ભાષાને ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં બ્રાહ્મી લિપિ છે; એ જમણી તરફથી લખવામાં આવે છે.
આ શિલાલેખ નીચે મુજબ છે:
૧. કેઈએ કોઈપણ જાનવરને શિકાર ન કરવો અને ખાવાને માટ મારવું નહિ.
૨. કઈ અનુષ્ય તેમજ જાનવરને દુઃખી ન કરે.