________________
૮૦]
ગુજરાતનો ઇતિહાસ હશે. આ પ્રમાણે પૂર્વમાં “ઉજેન” અને “ભિન્નમાલ", પશ્ચિમમાં અરબી સમુદ્ર, ઉત્તરમાં મોરબી, વડનગર વગેરે, દક્ષિણમાં કોંકણ (યાણા) વગેરે એની સીમા હશે. આબોહવા અને વતનીએ
ચીની મુસાફરનું કહેવું છે કે આ મુલકમાં માળવાના જેવી જ ચી તેમજ ઠંડી અને ગરમી રહ્યા કરે છે અને અહીંના વતનીઓનાં રીત રિવાજ, સૂરત, શિકલ, રીતિનીતિ અને આદત વગેરે પણ માળવાના લેકાનાં જેવાં છે.
વલભીપુર શહેર –ખુદ વલભીપુરને ઘેરા ચીની મુસાફરી એક માઈલ જણાવે છે; પરંતુ આધુનિક સંશોધન મુજબ આ વિશાળ શહેરને ઘેરા પાંચ છ માઈલ જેટલે ગણવામાં આવે છે, કારણ આ ગામથી પાંચ માઈલ પર્યત જમીન ખોદવાથી દીવાલેના પાયા મળી આવે છે. આ પાયા સામાન્ય રીતે માટી અને ઈટના હેય છે. આજ સુધીમાં કોઈ ઈમારત કે દીવાલને પાયો પથ્થરને મળ્યો નથી એ ઉપરથી એમ ધારવામાં આવે છે કે એ જમાનામાં સૌરાષ્ટ્રમાં પથ્થરની ઇમારતો બાંધવાનો રિવાજ ન હતો.
શહેરને કેટ–ઉપર ખ્યાન કરવામાં આવ્યું તે મુજબ ચીની મુસાફરના કહેવા પ્રમાણે આ શહેરનો કાટ એક માઈલનો હતો, જેની પાયાની દીવાલે સાડા ચાર ફૂટ જેટલી પહોળી હતી. દીવાલ માટી અને પાકી ઈ ટેની બનાવેલી હતી. ઈટની લંબાઈ ૧૬ ઇંચ અને પહોળાઈ દશ ઇંચ જેટલી હતી. એની જાડાઈ ૩ ઈંચ જેટલી હતી. કોટની ચારે બાજુએ ખાઈ હતી જે એટલી બધી ઊંડી હતી કે અંદરથી પાણી નીકળી આવ્યું હતું. આ આસપાસ વીંટાયેલી ખ ઈને આક. . બલકુલ માણસના કાન જેવો હતો.
વલભી સંવતઃ–એ એક વિચિત્ર વાત છે કે ખુદ વલભીની સલ્તનતને કોઈ સંવત ન હતું, પરંતુ ગુપ્તાનો સંવત એએ વાપરતા હતા. વેરાવળમાં “હર્ષદ માતા ના મંદિરમાં એક શિલા